રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં હવે એક વળાંક દેખાઈ રહ્યો છે. કિવ પર નિયંત્રણ મેળવવા માટે રશિયન સેના યુક્રેનની સેના સાથે લડી રહી છે. બીજી તરફ કિવ સહિત અન્ય શહેરો પર સતત હુમલા થઈ રહ્યા છે.
દરમિયાન, રશિયન સમાચાર એજન્સીએ કહ્યું છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેસકી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે શાંતિ મંત્રણા કરવા માટે સંમત થયા છે.
એજન્સીના જણાવ્યા અનુસાર, ઝેલેન્સકી તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે જેટલી જલ્દી આ મંત્રણા શરૂ થશે, તેટલી જલ્દી સ્થિતિ સામાન્ય થશે અને શાંતિ સ્થાપિત થઈ શકશે.
જો એજન્સીના સમાચારને સાચા માનીએ તો એ જાણવું જરૂરી બની જાય છે કે આ મંત્રણા કઈ શરતો પર થશે અને તેના મુદ્દા શું હશે.