વોશિંગટન : અમેરિકામાં અશ્વેત જ્યોર્જ ફ્લોયડના મોતથી આખી દુનિયા હચમચી ઉઠી છે. રંગભેદ સામે હિંસક દેખાવો થઈ રહ્યા છે. આ દરમિયાન ઉત્તર કેરોલિનાથી એક તસવીર સામે આવી છે. જેમાં પોલીસ અને શ્વેતો પ્રદર્શન કરી રહેલા અશ્વેત લોકોને બેન્ચ પર બેસાડીને તેના પગ ધોઈ રહ્યા છે. ન્યુ યોર્ક ટાઇમ્સ અનુસાર પોલીસ કહે છે કે, અમે ફક્ત સંદેશ આપવા માંગીએ છીએ કે માનવતા કરતા મોટી કોઈ જાત નથી.
તમને જણાવી દઈએ કે, 25 મેના રોજ ધરપકડ દરમિયાન એક અશ્વેત માણસ જ્યોર્જ ફ્લોયડની હત્યા કરાઈ હતી. ત્યારથી, યુ.એસ. સિવાય સમગ્ર વિશ્વમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા. બ્રિટન, જર્મની, ફ્રાંસ, સ્પેન, ઇટાલી, ઓસ્ટ્રેલિયા, જાપાન, ડેનમાર્ક જેવા દેશોમાં હજારો લોકો વિરોધ પ્રદર્શન માટે રસ્તાઓ પર ઉતર્યા હતા.