વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર પરિષદ ઓન ક્લાઈમેટ ચેન્જ દરમિયાન માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક અને પરોપકારી બિલ ગેટ્સ સાથે મુલાકાત કરી હતી.
મોદી અને યુએસ અબજોપતિ ઉદ્યોગપતિ વચ્ચેની બેઠક ગેટ્સે નાના ટાપુ દેશોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટેની પહેલ રેસિલિએન્ટ આઈલેન્ડ સ્ટેટ્સ (આઈઆરઆઈએસ) લોન્ચ કર્યા પછી થઈ છે. ગેટ્સનું ફાઉન્ડેશન રોગચાળા સામે લડવા માટે ઘણું કામ કરી રહ્યું છે.
ક્લાઈમેટ કોન્ફરન્સ મુખ્યત્વે ઈનોવેશન પર ફોકસ કરશે – બિલ ગેટ્સ
આ મીટિંગની વિગતો તાત્કાલિક ઉપલબ્ધ ન હતી. સોમવારે ગેટ્સે કહ્યું હતું કે આ વર્ષની યુએન ક્લાઈમેટ સમિટમાં મુખ્યત્વે ઈનોવેશન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેમણે આગળના રસ્તા વિશે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
“COP-26 વિકાસને વેગ આપી શકે છે અને વિશ્વને એકબીજાની નજીક લાવી સ્વચ્છ ઊર્જાની સ્વીકૃતિ વધારી શકે છે,” ગેટ્સે ટ્વિટ કર્યું.
Prime Minister @narendramodi met @BillGates on the sidelines of the @COP26 Summit in Glasgow. Both discussed ways to further sustainable development and steps to mitigate climate change. pic.twitter.com/Li65b0VKN4
— PMO India (@PMOIndia) November 2, 2021
પીએમ નેપાળના સમકક્ષ શેર બહાદુર દેઉબાને મળ્યા
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગ્લાસગો સમિટમાં નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા સાથે મુલાકાત કરી હતી. PM મોદીએ તેમના નેપાળના સમકક્ષ શેર બહાદુર દેઉબા સાથે ગાઢ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા, આબોહવા પરિવર્તન, કોવિડ-19 સામે લડવા અને રોગચાળામાંથી બહાર આવવાની રીતો પર ચર્ચા કરી. જુલાઈમાં દેઉબા નેપાળના વડાપ્રધાન બન્યા બાદ મોદી સાથેની આ તેમની પ્રથમ મુલાકાત છે.