આજના સમયમાં ટેક્નોલોજીનું મહત્ત્વ ઘણું વધી ગયું છે. બાળકોથી લઈને યુવાનો, મહિલાઓ અને વૃદ્ધો પણ મોબાઇલ, લેપટોપ અને અન્ય ગેજેટ્સનો ઉપયોગ કરી રહ્યાં છે. એમ પણ કહી શકાય કે, હવે ગેજેટ્સ વિના જીવનની કલ્પના કરવી અસંભવ લાગે છે. જોકે ક્યારેક ક્યારેક તેનો વધુ કે ખોટો ઉપયોગ મુશ્કેલીઓ પેદા કરી શકે છે. ઘણી વાર ટેક્નોલોજી તમને સાથ આપતી નથી.
જીપીએસે કહ્યું, સીધા જાવ અને
ગત 12મી જાન્યુઆરીએ અમેરિકાના વમૉન્ટ સ્ટેટના કેટલાક લોકો જીપીએસની મદદથી કાર લઈને કોઈ જગ્યાએ જઈ રહ્યા હતા. ગાડી ચલાવતી વ્યક્તિને જીપીએસે સીધા જવા માટે કહ્યું, પરંતુ જેવી તેમણે તેની કાર આગળ વધારી, કાર બરફથી થીજી ગયેલા તળાવમાં જઈ ખાબકી.વમૉન્ટ પોલીસના જણાવ્યા મુજબ, કારમાં બેઠેલી કોઈ વ્યક્તિએ દારૂ કે ડ્રગ્સ લીધું નહોતું. કારના બમ્પરને કારણે તેઓ તળાવમાં હોવાનું દેખાયું હતું. જ્યારે આ દુર્ઘટના ઘટી તો તે સમયે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અને વિજિબિલિટી ઘણી ઓછી હતી. કારના માલિક તારા ગ્લેરટિન કહે છે કે, ‘મારા મનમાં સૌથી પહેલો વિચાર એ આવ્યો કે તમામ લોકો સુરક્ષિત છે કે નહિ. જ્યારે મને ખબર પડી કે તમામ લોકો સલામત છે, ત્યારે મેં રાહતનો શ્વાસ લીધો.
ગૂગલનાં પ્રવક્તા જુલી મોસ્લરે યુએસએ ટુડે સાથે વાતચીત કરતા કહ્યું કે, વેજ મેપ લાખો એડિટ્સ બાદ રોજ અપડેટ થાય છે. તેમની પાસે દરેક વસ્તુની જાણકારી હોય છે. તેમણે ડ્રાઇવર્સને સલાહ આપતા કહ્યું કે, તેઓ હંમેશાં રસ્તા પર ધ્યાનપૂર્વક ગાડી ચલાવે અને હવામાનની જાણકારી મેળવતા રહે.