ખુંખાર મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ સઈદે સંયુક્ત રાષ્ટ્રમાં અરજી કરી છે કે તેનું નામ આતંકીઓની યાદીમાંથી હટાવી દેવામાં આવે. આ અરજી લાહોરની એક કોર્ટમાં કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે હાફિઝ સઈદ હાલમાં જ મુક્ત થયો છે. હાફિઝને પંજાબ સરકારે આતંકવાદ વિરોધી કાનૂન 1997 અંતર્ગત 31 જાન્યુઆરીમાં ચાર સહીયોગીઓ સાથે તેને 90 દિવસ માટે હિરાસતમાં લીધા હતાં. સઈદ સાથે તેના ચાર સાથીઓ અબદુલ્લા ઉબૈદ,મલિક જઝર ઈકબાલ, અબ્દુલ રહેમાન આબિદ અને કાજી કાશિફ હસૈનને પકડવામાં આવ્યાં હતાં.
અમેરિકાએ ખુંખાર આતંકી હાફિઝ સઈદ પર એક કરોડ ડોલરનું ઈનામ રાખ્યુ છે. પાકિસ્તાન સરકારે એને બીજા કોઈ મામલામાં નજરબંધ ન રાખવાનો નિર્ણય લીધો, જેમાં 2008ના મુંબઈ હુમલાના ગુનેગારોને ભારતે સજા આપવાના પ્રયત્નોને અસર કરશે. મે 2008માં અમેરિકાએ હાફિઝ સઈદને વૈશ્વિક આતંકી જાહેર કર્યો હતો. હાફિઝ સઈદને મુક્ત કરાતા અમેરિકાએ પાકિસ્તાનને સઈદને ફરીથી નજરબંધ કરવા માગ કરી હતી.