નવી દિલ્હી : ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ના પ્રતિબંધની તીવ્ર ધમકી વચ્ચે પાકિસ્તાનની એક અદાલતે હવે જમાત-ઉદ-દાવાના નેતા હાફિઝ સઇદને સજા ફટકારી છે. ટેરર ફંડિંગ કેસમાં સઈદને સાડા પાંચ વર્ષની સજા ફટકાર્યા બાદ અમેરિકા તરફથી એક મોટું નિવેદન આવ્યું છે.
મુંબઇ હુમલા માટે સઈદને જવાબદાર ઠેરવતા અમેરિકાએ આ સજાને આવકારી છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ આ અંગે પ્રતિક્રિયા આપતા આતંકવાદી જૂથની કામગીરી રોકવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે અમે મુંબઇ હુમલા અને અન્ય આતંકી હુમલાની યોજનામાં સામેલ હાફિઝ સઇદને સજા આપવા માટે અવાજ ઉઠાવશું.