નવી દિલ્હી : સાઉદી અરેબિયામાં હરીશ બંગેરા નામના ભારતીય નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. કર્ણાટકના ઉડૂપીમાં રહેતા હરીશ બંગેરાએ ફેસબુક પર લખ્યું છે કે, કાબા અને મક્કામાં રામ મંદિર બનાવવામાં આવશે. બંગેરાએ સાઉદી ક્રાઉન કિંગ મોહમ્મદ બિન સલમાન પર પણ નિશાન સાધ્યું હતું. તમને જણાવી દઈએ કે, સાઉદીમાં સરકાર સામેની કોઈપણ ટિપ્પણીને મોટો ગુનો માનવામાં આવે છે અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે.
હરીશ બાંગેરા દમ્મમમાં એક એર કંડિશનર કંપનીમાં કામ કરે છે. 21 ડિસેમ્બરે તેણે ફેસબુક પર નિંદાકારક પોસ્ટ કરી હતી. તેણે કાબામાં રામ મંદિર બનાવવાની વાત કરી હતી. કાબાને વિશ્વભરના મુસ્લિમોનું પવિત્ર સ્થળ માનવામાં આવે છે. બંગેરાની આ પોસ્ટ પછી પોલીસે તેની ધરપકડ કરી હતી.
હરીશની પોસ્ટ પર હજારો ટિપ્પણીઓ આવવા લાગી. જેમાં મોટાભાગની પોસ્ટમાં હરીશની ટીકા થઈ હતી. અહેવાલ મુજબ પોસ્ટ વાઇરલ થયા બાદ દમ્મમ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને બંગેરાની પોસ્ટિંગના એક કલાકમાં જ ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડના થોડા જ સમયમાં બંગેરાની કંપનીએ પણ કાર્યવાહી કરી અને તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો. કંપનીએ કહ્યું કે, બંજેરાએ તેમના અંગત એકાઉન્ટ પર જે લખ્યું તે વાંધાજનક છે અને કંપનીની પોલિસી મુજબ તેને મંજૂરી નથી.