કોરોનાવાઈરસને લીધે લાગુ કરાયેલા લોકડાઉનમાં વર્ક ફ્રોમ હોમનું વલણ વધ્યું છે. તેવામાં એક ખિસકોલીના વર્ક ફ્રોમ હોમનો વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. ઈન્ટરનેટ પર ખિસકોલીને લેપટોપ સાથે વર્ક ફ્રોમ હોમનો વીડિયો બધાને પસંદ પડી રહ્યો છે. આ વીડિયો અમેરિકાના પિટ્સબર્ગમાં શૂટ કરવામાં આવ્યો છે. મેલન યુનિવર્સિટીની વિદ્યાર્થી અને ખિસકોલી પ્રત્યે પાતોની રુચિ રાખનાર લુમિ બેરને આ વીડિયો શૂટ કર્યો છે.
મિનિએચર ફર્નિચર સાથે લેપટોપનો સેટ લુમિ દ્વારા જ તૈયાર કરવામાં આવ્યો હતો.વીડિયોમાં પ્રથમ નજરે એવું લાગે છે કે , ખિસકોલી લેપટોપ પર કામ કરી રહી છે. પંરતુ ખિસકોલી તેનો ખોરાક શોધવા માટે લેપટોપ ઓપન કરે છે અને તે મળી જતા તેને ચાઉ કરી જાય છે. આ દરમિયાન જ ખિસકોલીના ટેબલની બાજુમાં નાનાં ટેબલની નીચેથી એક ચિપમન્ક (ખિસકોલીની એક પ્રજાતિ) પસાર થતી જોવા મળે છે.