અમેરિકાના ઓરેગોન રાજ્યમાં એક પરિવારને ત્યાં બિલાડીએ મોઢાં ધરાવતા બચ્ચાંને જન્મ આપ્યો હતો. પરિવારે બચ્ચાંનું નામ બિસ્કિટ્સ અને ગ્રેવી રાખ્યું હતું. બિસ્કિટ્સ અને ગ્રેવીને લઇને આ પરિવાર ઘણો ખુશ હતો તેમણે આ બચ્ચાં માટે સ્પેશિયલ ઇન્સ્ટાગ્રામ પર અકાઉન્ટ પણ બનાવ્યું છે, પણ તેમની ખુશી વધારે સમય ના ટકી. આ યુનિક બચ્ચાંનું મૃત્યુ થયું છે. પરિવારે બિસ્કિટ્સ અને ગ્રેવીનાં મૃત્યુના સમાચાર ફેસબુક પોસ્ટમાં આપ્યા છે. પરિવારની મેમ્બર કાયલાએ ભાવુક થઇને પોસ્ટમાં લખ્યું કે, તમારો પ્રેમ વરસાવવા માટે હું બધાની આભારી છું. આ સ્ટોરી જિંદગીના મહત્ત્વની હોય છે. પ્રાણી હોય કે મનુષ્ય બંનેની લાઈફ મૂલ્યવાન હોય છે.
બિસ્કિટ્સ અને ગ્રેવી જન્મ અમારા ઘરે થયો તે બદલ હું ઘણી ખુશ છું. અમે તેને ઘણો પ્રેમ કર્યો અને ધ્યાન પણ રાખ્યું તેણે મારા હાથમાં જ અંતિમ શ્વાસ લીધા. અમારી પાલતું બિલાડી કિનલીએ કુલ 6 બચ્ચાંને જન્મ આપ્યો હતો. બિસ્કિટ્સ અને ગ્રેવી સિવાય અન્ય 5 બચ્ચાં સ્વસ્થ છે. બિસ્કિટ્સ અને ગ્રેવીએ અમને જે અનુભવ આપ્યો છે તેને હું શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. બિસ્કિટ્સ અને ગ્રેવી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટના અત્યાર સુધી 12 હજાર ફોલોઅર્સ થઇ ગયા છે. બિસ્કિટ્સ અને ગ્રેવીને બે મોઢાં, બે નાક અને ચાર આંખો હતી. આ પરિવારને બિસ્કિટ્સ અને ગ્રેવીએ દુનિયા છોડી તેનું દુઃખ છે, પણ તેઓ હાલ અન્ય 5 બચ્ચાં અને તેની માતાનું ધ્યાન રાખી રહ્યા છે.