શોધકર્તાઓની માનવામાં આવે તો એવા કેટલાક સંકેત છે, જેના આધારે કહી શકાય છે કે કોરોના વ્યક્તિને અડીને જતી રહ્યો પણ તેમને ખબર પણ ના પડી. ડોકટરોના કહેવા મુજબ, આમાંના કેટલાક લક્ષણો લાંબા કોવિડના રૂપમાં ઘણા મહિનાઓ સુધી રહી શકે છે.એક અહેવાલ મુજબ ડોક્ટરો અને એકસપર્ટનું કહેવું છે કે ઘણાં લોકો એવા પણ છે, જેમને કોઇને કોઇ રીતે કોરોના સંક્રમિત થયા હોય, પરંતુ તેમનો રિપોર્ટ પોઝિટિવ ના આવ્યો, અથવા પછી તેમણે ટેસ્ટ ના કરાવ્યો હોય કારણ કે તેમના કોઇ પણ પ્રકારના લક્ષણો નથી દેખાયા. કોરોના વાઇરસની આ બીજી લહેરમાં મોટા ભાગના કેસો લક્ષણોવાળા છે, જેમાં શરદી-ઉધરસ સિવાય પેટમાં દુ:ખાવો, માથામાં દુ:ખાવો, આંખો લાલ થવી જેવા વિચિત્ર લક્ષણ જોવા મળી રહ્યા છે. જ્યારે ગત વર્ષે લક્ષણ વિનાના કેસો વધારે હતા.વાઇરલ ઇન્ફેક્શન થવાના કારણે આંખ લાલ થતી હોય છે. પરંતુ આંખ લાલ થવી, પાણી આવવું કોવિડ-19ના સંકેત હોઇ શકે છે. જોકે કોરોના ઇન્ફેક્શન થવા પર માત્ર આંખ લાલ નહીં થાય, પરંતુ સાથે જ તાવ અથવા માથામાં દુ:ખાવા જેવા લક્ષણો દેખાશે. એવામાં જો આ બધુ સાથે થાય છે, તમને કોરોના હોઇ શકે છે.
ખૂબ જ વધારે થાક લાગવી એ પણ કોરોના એક લક્ષણ હોઇ શકે છે. એવામાં જો તમને પણ ક્યારેક આવું અનુભવ થાય છે, તો તે કોરોનાના સંકેત હોઇ શકે છે.કોરોના સંક્રમણના કારણે લોકોની યાદશક્તિ પર અસર થઇ છે. આ ઉપરાંત કેટલાક લોકોને કન્ફ્યૂજન, અસંતુલન અને કોન્સન્ટ્રેટની સમસ્યા પણ આવી રહી છે. આ સ્થિતિને મેડિકલ ટર્મમાં બ્રેન ફોગ કહેવામાં આવે છે.કોરોના સંક્રમણ માત્ર શ્વસન તંત્રને જ નહીં, પરંતુ પાચન તંત્રને પણ પ્રભાવિત કરી રહ્યું છે. રિસર્ચની માનવામાં આવે તો ઘણાં લોકો એવા છે કે જેઓ કોરોનાથી સંક્રમિત થયા પછી ન તો શરદી થઈ હતી, ન તાવ. તેમનામાં ડાયરિયા, પેટમાં દુ:ખાવો અને ભૂખ ઓછી થવી જેવા લક્ષણો જોવા મળ્યા હતા, જેનું નિદાન થઈ શક્યું નથી.શ્વાસ લેવામાં તકલીફ થવી પણ કોરોના વાઇરસ સાથે જોડાયેલી એક ગંભીર સમસ્યા છે. જો તમને પણ શ્વાસ લેવામાં મુશ્કેલી સાથે જ છાતીમાં દુ:ખાવો થાય છે, હાર્ટબિટ વધી ગઇ હોય તો તેને પણ કોરોનાના સંકેત ગણી શકાય છે.