ગાયનું દૂધ પાતળું હોય છે અને ભેંસના દૂધથી ઓછું ફેટ હોય છે. સાથે જ ગાયનું દૂધ સરળતાથી પચાય છે અને આ જ કારણ છે કે બાળકોને ગાયનું દૂધ જ આપવામાં આવે છે. ગાયના દૂધનું 1-2 દિવસ સુધી સેવન કરી શકાય છે, જ્યારે ભેંસના દૂધને ઘણી રીતોથી વધારે દિવસ સુધી રાખી શકાય છે. ગાયના દૂધમાં પાણીની માત્રા વધારે હોય છે. ભેંસના દૂધમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા ખનિજતત્વ હોય છે.પોષક તત્વોના આધારે ગાયના દૂધની વાત કરીએ તો ગાયના દૂધમાં ભેંસના દૂધની તુલનામાં ફેટની માત્રા ઓછી હોય છે. ગાયના દૂધમાં 3-4 ટકા ફેટ હોય છે, જ્યારે ભેંસના દૂધમાં 7-8 ટકા ફેટ હોય છે. જ્યારે ગાયના દૂધની સરખામણીમાં ભેંસના દૂધમાં 10-11 ટકા પ્રોટીન હોય છે. જો કોલેસ્ટ્રોલના આધારે વાત કરવામાં આવે તો ભેંસના દૂધમાં કોલેસ્ટ્રોલની માત્રા ઓછી હોય છે, તેથી એ દર્દીઓ માટે ગાયનું દૂધ ફાયદાકારક હશે જે PCOD, હાઇપરટેન્શન, કિડનીની સમસ્યા અને મેદસ્વીપણાથી પીડાય છે.આજકાલ મોટાભાગના લોકો કેલરી પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને બંને દૂધના કેલરીની વાત કરવામાં આવે તો બેંસના દૂધમાં કેલરી વધારે હોય છે, કારણ કે તેમાં પ્રોટીન અને ફેટની માત્રા વધારે હોય છે. એક કપ ભેંસના દૂધમાં 237 કેલરી હોય છે, જ્યારે એક કપ ગાયના દૂધમાં 148 કેલરી હોય છે. હવે તમે તમારી શરીરની જરૂરિયાત મુજબ નિર્ણય લઇ શકો છો કે તમારા શરીર માટે કયા દૂધનું સેવન વધારે લાભકારક છે.
