શારીરિક ટ્રાન્સમીશન રોગ એક પ્રકારનું ઈન્ફેક્શન છે. જે યૌન સંપર્કના માધ્યમથી એકબીજી વ્યક્તિમાં ફેલાય છે. એક રિપોર્ટ મુજબ 2020માં ભારતમાં લગભગ 3 કરોડ લોકો સેક્સુઅલ ટ્રાંસમિટેડ ડિસીઝથી સંક્રમિત જોવા મળ્યા હતા. સામાન્ય રીતે લોકો આ બાબતે ખુલીને વાત નથી કરતાં એક્સપર્ટ અનુસાર stds થી જોડાયેલી કેટલીક ખાસ વાતો દરેકે જાણવી જરૂરી છે.મહિલાઓને આ સંક્રમણ થવાની સંભાવના વધારે છે. પુરુષોની તુલનામાં મહિલાઓનું જનનાંગ વધારે સંવેદનશીલ હોય છે. જેથી તેમનામાં STD થવાની સંભાવના વધુ રહેતી હોય છે. STD ની સારવાર થવી ખૂબ જ જરૂરી છે. કારણ કે તેના કારણે કોઈ ગંભીર બીમારી થવાનો ભય છે. આ કારણે કેટલીક મહિલાઓને પેલ્વિક ઇફ્લેમેટરી રોગ પણ થઈ જાય છે. મહિલાઓ પોતે અને પોતાના પાર્ટનરને પણ કન્ડોમ ઉપયોગ કરવાની સલાહ આપીને STD નો ભયને ઓછો કરી શકે છે.શું તમે જાણો છો કે સેક્સુઅલી ટ્રાંસમિટેડ ડિસીજ કુલ 35 પ્રકારના હોય છે. મોટેભાગે થનારા STD હ્યુમૈન પૈપિલોમા વાયરસ (HPV0) હર્પીસ, સિફલિસ, હિપેટાઈટિસ, ગોનોરિયા ક્લૈમાઈડિયા અને હ્યુમન ઈમ્યુનોડેફિશિએન્સી વાયરસ છે પરંતુ એમાંથી કેટલાક યૌન સંપર્કથી નથી ફેલાતા પરંતુ બ્લડ ટ્રાન્સફ્યૂશનથી પણ ફેલાતા હોય છે.
કેટલાક સેક્સુઅલી ટ્રાન્સમિટેડ રોગ એસિમ્ટોમૈટિક હોય છે. એનો અર્થ એ છે કે આ ઈન્ફેક્શન કોઈ જાતના લક્ષણો વિના કોઈ પણ વ્યક્તિમાં ફેલાઈ શકે છે. એના કોઈ સ્પષ્ટ શારીરિક લક્ષણો હોતા નથી. જેના કારણે તે ડોક્ટરોને સીધી રીતે બતાવી શકો કે તમને કોઈ જાતીગત ઈન્ફેક્શનની બીમારી છે. ખાસ કરીને હર્પીસ અને ક્લૈમાઈડિયાની ખબર નથી પડતી કારણ કે કેટલીક વખત એમાં કોઈ પણ લક્ષણો જોવા મળતા નથી. જાતીય સંક્રામક રોગથી બચવા માટે સૌથી સારો ઉપાય કન્ડોમ છે. પરંતુ તેમ છતાં તેમાં પણ 100 ટકા સુરક્ષાની ગેરન્ટી હોતી નથી. ભલે તમે કોઠઈ પણ પ્રકારની યૌન ગતિવિધિમાં શામેલ હો, જાતિગત સંક્રમણનો ભય હંમેશા બનેલો રહે છે. એટલા માટે પ્રોટેક્શનનો હંમેશા ઉપયોગ કરતા રહેવું.