જો તમને લાગતું હોય કે તમારા પાર્ટનરને સંભોગમાં રસ નથી અથવા તમારી ઇન્ટીમેટ લાઇફ ખરાબ થઇ રહી છે તો તેનું એક ખાસ કારણ હોઇ શકે છે. શું તમે જાણો છો કે તમે કયા સમયે સંભોગ કરો છો, તેની અસર પણ તમારી ઇન્ટીમેટ લાઇફ પર પડે છે. હેલ્થ એક્સપર્ટસ જાણે છે કે સંભોગ કરવાનો કયો સમય ખરાબ છે અને તમારે આ સમયે શારીરિક સંબંધ બાંધવાનું ટાળવું જોઇએ. મોટાભાગના કપલ્સ રાતના સમયે ફીઝીકલ રિલેશન બાંધવાનું પસંદ કરે છે પરંતુ લવ મેકિંગનો આ સમય તમારા માટે ખરાબ પણ હોઇ શકે છે. એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે પુરુષો અને મહિલાઓની યૌન ઇચ્છા વધવાનો સમય અલગ-અલગ હોય છે. આ સ્ટડી અનુસાર, મહિલાઓની યૌન ઇચ્છા સાંજના સમયે સૌથી વધુ હોય છે. જ્યારે પરુષો સવારના સમયે સૌથી વધુ ઉત્તેજિત થાય છે. આ સ્ટડી અનુસાર, મોટાભાગના કપલ્સ સાતે 9 વાગ્યાથી અડધી રાત સુધી સંબંધ બાંધે છે. જો કે રિસર્ચર્સનું કહેવું છે કે તેના માટે કોઇ એક સમય ન હોવો જોઇએ. સ્ટડીમાં જાણવા મળ્યું છે કે જે કપલ્સ પોતાના રૂટીનને ધ્યાનમાં લઇને સંભોગ કરે છે, તે યૌન રૂપે વધુ સંતુષ્ટ રહે છે. The Power of When પુસ્તકના લેખત માઇક બ્રૂસે જણાવ્યું કે, બેડ ટાઇમના સમયે શારીરિક સંબંધ બાંધવા ખરાન નથી. તે ફક્ત એટલું છે કે આ સમય સુધી તમે સંપૂર્ણ રીતે થાકી ગયાં હોવ છો. આ સમયે તમારા શરીરને ફક્ત ઉંઘની જરૂર હોય છે અને ઇન્ટીમેટ એક્ટિવિટી માટે શરીરમાં બિલકુલ એનર્જી નથી હોતી.
અમેરિકાની રેલેશન એન્ડ સેક્સ થેરાપિસ્ટ લિસા થૉમસ કહે છે કે, દરેક વ્યક્તિની શારીરિક ક્ષમતા અલગ અલગ હોય છે. રાતના સમયે સંભોગ કોઇ કોઇ માટે બિલકુલ થાકભર્યો હોય છે. સાથે જ મોટાભાગના લોકો માટે આ સમય સંભોગ તણાવને દૂર કરવા અને શરીરને આરામ આપવાનું કામ કરે છે. કેટલાંક લોકોને સંભોગ બાદ સારી ઉંઘ આવે છે. ડોક્ટર બ્રૂસ અને થૉમસ બંનેનું માનવુ છે કે કામ પુરૂ કર્યા બાદ રાતે સુવાથી ફિઝિકલ રિલેશન સુધરે છે. જ્યારે તમે રાતના સમયે સુઇ જાઓ છો તો તમારી બોડી હોર્મોન્સ બનાવવાનું કામ કરે છે અને તમે એનર્જી સાથે ઉઠો છો જેથી યૌન સંતુષ્ટિ મળવાની સંભાવના વધુ હોય છે. ડોક્ટર બ્રૂસ કહે છે કે, સવારનો સમય સંભોગ કરવા માટે શ્રેષ્ઠ સમય છે. સાથે જ ડોક્ટર થૉમસ કહે છે કે અલગ અલગ શિડ્યુલના કારણે મોર્નિંગ રિલેશન દરેક કપલ્સ માટે શક્ય નથી. તેથી લોકોએ પોતાના સંભોગના સમયને લઇને રચનાત્મક થવાની જરૂર છે. તમે બપોરનો સમય પણ પોતાના પાર્ટનર માટે કાઢી શકો છો. ડોક્ટર થૉમસ કહે છે કે, જો કે કપલ્સ પોતાની ઇન્ટીમેટ લાઇફને વધુ સારી બનાવવા માટે પોતાના હિસાબે સમય કાઢી લે છે. જે કપલ્સ તણાવ દૂર કરવા માટે સંભોગ કરે છે, તેમની ઇન્ટીમેટ લાઇફ વધુ લાંબા સમય સુધી સારી રહે છે.