ભારત અને અમેરિકા સમુદ્રી સુરક્ષા વધારવાના મુદ્દે ફરી એક થયા છે. રક્ષામંત્રી નિર્મળા સિતારમણ અને અમેરિકાના જિમ મેટિસે એશિયન રક્ષામંત્રીઓની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. પેટાગનની પ્રવક્તા ડાના ડબલ્યુ વ્હાઇટે જણાવ્યું કે સમુદ્રી સુરક્ષા મામલે બંને દેશોએ ખુબજ ભાર મુક્યો છે અને વહેલી તકે HOSTAC કાર્યક્રમ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.
આ સાથેજ આંતકવાદ વિરુદ્ધ લાડવામાટે પણ બંને દેશોએ સહમતી જણાવી છે. હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં ભારતનાં નેતૃત્વમાં ભારત -અમેરિકા રક્ષા સહયોગને વધુ મજબૂત કરવા કેટલીયે યોજનાઓ પર ચર્ચા કરી છે. એક મહિનામાં બંને દેશો તરફથી આ બીજી મુલાકાત છે.
બંને દેશો આ મુદ્દે એક થતા ચીનની મુશ્કેલી વધશે.સમુદ્રી સુરક્ષા મુદ્દે એક થતા બંને એક થયા છે.