કોરોના પર કાબૂ મેળવવામાં જાપાન સફળ પ્રતીકાત્મક તસવીર જાપાનમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના માત્ર 16,569 કેસ નોંધાયા છે જે પૈકી 13,244 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. અને કોરોના વાયરસના કારણે જાપાનમાં અત્યાર સુધીમાં કુલ 825 લોકોના મોત થયા છે. વર્ષ 2018ના આંકડા મુજબ જાપાનની કુલ વસ્તી 12 કરોડ 65 લાખની આસપાસ છે. જાપાન કોરોના વાયરસ પર કાબૂ મેળવવામાં મહદ અંશે સફળ થયો છે. તેઓ લગભગ આ જંગ જીતી ગયા છે. હવે જાપાનમાં લોકડાઉન નથી અને રેસ્ટોરન્ટ્સ તેમજ સલૂન ખુલી રહ્યા છે ત્યાં મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ પણ નથી થયું તેમ છતાં તેઓ કોરોના પર કાબૂ મેળવવામાં કેવી રીતે સફળ થયા ચાલો જાણીએ.
એક ઈન્ટરનેશનલ રિપોર્ટમાં જણાવ્યા મુજબ જાપાનમાં ઘરની બહાર નીકળો ત્યારે મોં પર માસ્ક પહેરવું તે તેમની જીવનશૈલીનો મહત્વનો ભાગ છે. હંમેશાં બહાર નીકળતી વખતે મોં પર માસ્ક પહેરવાની આદતના કારણે સંક્રમણની શક્યતા ઘટી જાય છે જ્યારે ત્યાં કોરોના વાયરસના કેસ આવ્યા હોવાનું જાણવા મળતા જ શાળાઓ બંધ કરવામાં આવી હતી. વધુ વજન ધરાવતા લોકો ઓછા, સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન અને ત્યાં વધુ વજન ધરાવતા લોકોની સંખ્યા પણ ઓછી છે. જાપાનમાં હેલ્થકર્મીઓનું પ્રમાણ વધારે છે અને ત્યાં મેડિકલ સ્ટાફને ચોક્કસ ટ્રેનિંગ આપવામાં આવે છે કે જેથી આ પ્રકારની મહામારી આવે તો તેઓ તૈયાર રહે, જ્યારે જાપાનમાં કોરોના વાયરસના કેસ આવ્યા ત્યારે તેમણે ક્લબો, હોસ્પિટલો અને કેટલાંક સમૂહો પર ચોક્કસ નજર રાખી. હવે ત્યાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થતા ઈમરજન્સી હટાવી લેવામાં આવી છે.
જાપાનના લોકો પોતાની હેલ્થ પ્રત્યે ખૂબ જ જાગૃત છે જેનો લાભ તેઓને કોરોનાની મહામારી દરમિયાન જોવા મળ્યો. જાપાનમાં કુલ વસ્તીના માત્ર 0.2% લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. તેમણે કોઈ હાઈ ટેક્નોલોજીનો પણ ઉપયોગ કર્યો નથી તેમ છતાં તેઓ કોરોના વાયરસ પર મહદ અંશે કાબૂ મેળવવામાં સફળ થયા છે.