HQ-9 Air Defense System ઓપરેશન સિંદૂરના એક હુમલાથી પાકિસ્તાનની HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ ધ્વસ્ત, અબજોનો ખર્ચ બેકાર ગયો
HQ-9 Air Defense System ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત ભારતીય સેનાએ 7 મેના રોજ જે હુમલાઓ કર્યા, તેમાં પાકિસ્તાનની કરોડો રૂપિયા ખર્ચીને ખરીદેલી ચીની HQ-9 એર ડિફેન્સ સિસ્ટમનો સંપૂર્ણ નાશ થયો. જે સિસ્ટમનો પાકિસ્તાનને અત્યંત ગર્વ હતો અને જેને તે પોતાની “હવા માં ઢાલ” તરીકે દર્શાવતો હતો, તે સિસ્ટમ ભારતના સખત હુમલાના પહેલા ઝાટકામાં જ નિષ્ફળ સાબિત થઈ.
પાકિસ્તાને ચીન પાસેથી HQ-9 મિસાઇલ સિસ્ટમ ખરીદવા માટે અબજો રૂપિયા ખર્ચ્યા હતા. ચીન દાવો કરતું હતું કે HQ-9 120 થી 250 કિમી સુધીની મિસાઇલ, ક્રુઝ મિસાઇલ, વિમાનો અને બેલિસ્ટિક મિસાઇલને પણ નિશાન બનાવી શકે છે. પરંતુ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાએ ડ્રોન દ્વારા હાથ ધરેલા પિન-પોઇન્ટ હુમલામાં આ સિસ્ટમ એક પણ પ્રતિક્રિયા આપી શકી ન હતી.
સેનાના સૂત્રો મુજબ, ભારતે પહેલી વખત એડવાન્સ્ડ રેડાર જેમિંગ ટેકનોલોજી અને નાનાં પરંતુ ખતરનાક ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. ડ્રોન એટલાં નાનાં અને ઝડપી હતા કે HQ-9 રડાર સિસ્ટમ તેને ટ્રેક કરી શકી નહીં. આ ઉપરાંત, લાહોરમાં આવેલી પાકિસ્તાનની સૌથી મોટી એર ડિફેન્સ રડાર યુનિટ પણ પૂર્ણ રીતે નાશ પામી છે.
પાકિસ્તાને લાંબા સમયથી દાવો કર્યો હતો કે તેના પાસે ‘ચીની ટેક્નોલોજીની ઢાલ’ છે. પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે HQ-9 ટેક્નોલોજી કેવળ S-300 અને પેટ્રિયટ સિસ્ટમના અભ્યાસ પરથી બનાવવામાં આવેલી નકલ છે – જે ભારતમાં હાલની પેઢીની S-400 સિસ્ટમ સામે ટકી શકે તેમ નથી.
સેનાએ સ્પષ્ટ કર્યું છે કે HQ-9 નું નિષ્ફળ થવું એ માત્ર ટેકનિકલ ખામીઓ નહીં, પરંતુ ચીન તરફથી આપવામાં આવેલી ગુણવત્તાવિહિન ટેક્નોલોજીનો પરિબળ પણ છે. ડ્રોન હુમલાઓએ પૃથ્વી પરથી વાયુમંડળમાં રહેતી ચીની ઢાલને બિલકુલ નિર્વીર્ય સાબિત કરી.
આ વિજ્ઞાન અને વ્યૂહની મહારથથી ભરેલા ઓપરેશનના ફળસ્વરૂપે ભારતે માત્ર આતંકવાદી ઠેકાણાંને નહીં, પણ પાકિસ્તાનની પ્રતિરક્ષા ક્ષમતા પર પણ ગંભીર ઘા કર્યો છે.