યુરોપમાં બરફના તોફાનના કારણે ખૂબ બરબાદી થઈ છે. અહીં નદી, તળાવો અને સમુદ્ર કિનારા પણ સુકાઈ ગયા છે. રોડ ઉપર પણ બરફની ચાદર છવાઈ ગઈ છે. ટ્રેન પણ આગળ વધી શકે તેવી સ્થિતિમાં નથી. યુરોપીય દેશ આર્કટિક કરતાં પણ વધારે ઠંડા થઈ ગયા છે. 15થી વધારે દેશોમાં તાપમાન (-)20 ડિગ્રી કરતાં પણ નીચું ગયું છે. બરફના તોફાનના કારણે અંદાજે 35 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 2 દિવસમાં 300 કરતા વધારે ફ્લાઈટ કેન્સલ કરવી પડી છે. બ્રિટનમાં તાપમાન માઈનસ 23 ડિગ્રી સુધી રહ્યું હતું. તે 55 વર્ષમાં સૌથી ઓછું તાપમાન નોંધવામાં આવ્યું છે. અહીં બે દિવસથી સ્કૂલમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. રસ્તાઓ પર હજારો લોકો ફસાયા છે. સ્કોટલેન્ડમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઈટાલીના નેપલ્સમાં પણ બરફવર્ષાએ 50 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. રોમમાં 32 વર્ષમાં બીજી વખત બરફ પડ્યો છે. પોલેન્ડમાં શિયાળાની આ સિઝનમાં કુલ 50થી વધુ લોકોના મોત થયા છે. 8 મોતતો બુધવારે જ થયા છે. રસ્તાઓ ઉપર ફસાયેલા લોકોને બહાર કાઢવા અને બરફ હટાવવા માટે સેના તહેનાત કરવામાં આવી છે. રશિયામાં નદી અને તળાવો જામી ગયા છે. દરિયા કિનારા પણ જામી ગયા છે. મોસ્કોમાં તાપમાન -21 ડિગ્રી છે. તે સિઝનનું સૌથી ઓછું તાપમાન નોંધવામાં આવ્યું છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.