જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ વધુ એક હિન્દુની હત્યા કરી. આતંકવાદીઓનું તાજેતરનું નિશાન રાજસ્થાનમાં રહેતા બેંક મેનેજર વિજય કુમાર છે. આતંકવાદીઓ ગુરુવારે કુલગામમાં એક બેંકમાં ઘૂસી ગયા હતા અને વિજય પર ગોળીબાર કર્યો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. વિજય કુમાર રાજસ્થાનના હનુમાનગઢનો રહેવાસી હતો.
એક મહિનામાં 8મી ટાર્ગેટ કિલિંગ
તમને જણાવી દઈએ કે કાશ્મીરમાં છેલ્લા એક મહિનામાં આ 8મી ટાર્ગેટ કિલિંગ છે. આ દિવસોમાં આતંકવાદીઓએ શિક્ષકો, અભિનેત્રીઓ, બેંક મેનેજરોને પોતાનો શિકાર બનાવ્યા છે. વિજય કુમારની હત્યા પહેલા 31 મેના રોજ ટીચર રજની બાલાની હત્યા કરવામાં આવી હતી. અગાઉ 25 મેના રોજ અમરીન ભટ્ટ, 24 મેના રોજ મુદસ્સીર અહેમદ, 12 મેના રોજ રાહુલ ભટ્ટ અને રિયાઝ અહેમદ ઠાકોરની હત્યા કરવામાં આવી હતી.