સ્વીડન દેશમાં લેપલેન્ડ વિસ્તારમાં લ્યૂલ નદી પર તરતી હોટેલ ‘આર્કટિક બાથ’ શરુ થઈ ગઈ છે. આ હોટેલ સુધી પ્રવાસીઓ લાકડીનો તરતો રસ્તો અને બોટની મદદથી હોટેલ સુધી પહોંચી શકે છે. પર્યટકોને એરપોર્ટથી હોટેલ સુધી પહોંચવા માટે કાર અને હેલિકૉપ્ટરની વ્યવસ્થા પણ છે. હોટેલમાં કુલ 12 રૂમ છે. આઈસી વોટર પણ હોટેલ બનાવવાનું કામ વર્ષ 2018માં શરુ થયું હતું. આ હોટેલને આર્કિટેક્ટ બર્ટીલ હેરસ્ટ્રોમ અને જોહાન કોપ્પીએ ડિઝાઈન કરી છે. હોટેલને બનાવતી વખતે પ્રાકૃતિક માહોલ બની રહે તેનું પૂરતું ધ્યાન પણ રાખવામાં આવ્યું છે. 2 વર્ષ પછી આ હોટેલ તૈયાર થઈ ગઈ છે. આ હોટેલને લઈને પ્રવાસીઓમાં એટલો બધો ઉત્સાહ હતો કે વર્ષ 2020 અને 2021નું પ્રિ-બુકિંગ કરી દીધું હતું. અહીં એક દિવસનું રોકાવાનું ભાડું 75 હજાર રૂપિયા છે. આ હોટેલ ગરમીના દિવસોમાં નદી પર તરશે અને ઠંડીમાં નદીમાં બરફ જામી જશે.