યુક્રેન સામે રશિયન હુમલા પછી ત્યાં સ્થિતિ વણસી ગઈ છે. હજારો લોકો રાજધાની કીવ તથા અન્ય શહેરોમાં બસો દ્વારા લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાઈરલ પોસ્ટ દરમિયાન યુક્રેનના લોકો એકબીજાને ભેટીને રડતા જોવા મળ્યા છે. આ દરમિયાન એક પિતા પોતાની દીકરીની સુરક્ષા અંગે ચિંતિત થઈ રડતા જોવા મળ્યા છે. જોકે તે પોતાની દીકરીને સુરક્ષિત સ્થાને ખસેડી પોતે રશિયાની સામે લડત આપવા તૈયાર થઈ ગયો છે.
યુક્રેને સ્થાનિક લોકો અને ખાસ કરીને પુરુષોને ફ્રન્ટલાઈન વર્કર તથા રિઝર્વ સૈનિકના રૂપે તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે. જોકે આ વીડિયો કયા સ્થળનો છે તે બહાર નથી આવ્યું પરંતુ આ વ્યક્તિ પોતાના પરિવારને સુરક્ષિત સ્થળે ખસેડી દેશ માટે લડત આપતા પહેલા ભાવુક થતી જોવા મળી હતી.
શુક્રવારે પણ રશિયાએ કીવ તથા અન્ય શહેરો સામે વિસ્ફોટ ચાલુ રાખ્યો હતો. તેવામાં રશિયાનો પ્લાન સમગ્ર યુક્રેનને પોતાના સકંજામાં લેવાનો જણાઈ રહ્યો છે. તે સ્વતંત્ર જાહેર કરેલા યુક્રેન અને ડોનેત્સ્ક તથા લુહાંસ્ક પર લગભગ પ્રભુત્વ જમાવી બેઠું છે. આ દરમિયાન સ્થાનિ મહિલાઓ રશિયન સૈનિકોને ‘પાછા જતા રહો’ના નારા લગાવતી જોવા મળી રહી છે.