અમેરિકામાં અનેક નર્સિંગ હોમ એ દર્દીઓથી છુટકારો મેળવી રહ્યા છે, જેમાં તેમને વધુ નફો મળતો નથી. ગરીબ અને વધુ સારસંભાળ કરવાના દર્દીઓને ઈમરજન્સી રૂમ કે માનસિક હોસ્પિટલોમાં મોકલે છે. હોસ્પિટલોમાંથી ડિસ્ચાર્જ થયા પછી તેમને ફરીથી દાખલ કરતા નથી. સામાન્ય કારણોને આધારે દર્દીઓને કાઢી મુકે છે. આ માહિતી દાખલ થયેલા કેસ, 16 રાજ્યમાં સરકારી દેખરેખ એજન્સી, 60થી વધુ વકીલો, નર્સિંગ હોમના કર્મચારીઓ અને ડોક્ટરો દ્વારા બહાર આવી છે. કેન્દ્ર સરકારના નિયમોને હાંસિયામાં ધકેલીને આવું કરાઈ રહ્યું છે. કેલિફોર્નિયામાં નર્સિંગ હોમ ચલાવતી સૌથી મોટી ચેન રોકપોર્ટ હેલ્થકેર સર્વિસિસના પૂર્વ પ્રમુખ અધિકારી માઈક વાસેરમેને કહ્યું કે, કોરોના વાઈરસ મહામારીથી પહેલાજ આરોગ્ય વીમા-મેડિકેડવાળા દર્દીઓને ડિસ્ચાર્જ કરવા માટે મોટું દબાણ રહેતું હતું. મહામારીએ આ સ્થિતિ વધારી છે. તેમણે કહ્યું કે, વર્સિંગ હોમ હંમેશા દર્દીઓને માનસિક રોગી જણાવવા માટે તેમના ગુસ્સાને આધાર બનાવે છે. અમેરિકામાં 70% નર્સિંગ હોમ નફા માટે ચાલે છે. સૌથી વધુ ફાયદો ઓછા સમય માટે દાખલ થયેલા દર્દીઓ પાસેથી થાય છે. આવા લોકો અંગત વીમો કે વૃદ્ધો, વિકલાંગોની મદદની સરકારી વીમા યોજના- મેડિકેરના દાયરામાં આવે છે. બીજી તરફ લાંબા સમય સુધી રહેનારા ગરીબ વ્યક્તિઓ માટે મેડિકેડ યોજના છે. જેના અંતર્ગત નર્સિંગ હોમ્સને મેડિકેટરની સરખામણીએ ઓછા પૈસા મળે છે.
કોરોના વાઈરસને કારણે કર્મચારીઓના બીમાર પડવા કે કામ પર ન આવવાને લીધે અનેક નર્સિંગ હોમ સ્ટાફની અછતનો સામનો કરી રહ્યા છે. કર્મચારીઓએ કહ્યું કે, મહામારી દરમિયાન તેમના પર એવા દર્દીઓછી છુટકારો મેળવવાનું દબાણ વધ્યું છે, જેમનાથી વધુ ફાયદો થતો નથી. માનસિક બીમારીનું બહાનું સૌથી વધુ પ્રચલિત છે. નર્સિંગ હોમ્સ સામાન્ય રીતે ડિમેન્શિયા, અલ્ઝાઈમર જેવી અન્ય બીમારીઓના દર્દી દાખલ હોય છે. તેમને ગુસ્સો આવવો સામાન્ય છે. કેન્દ્રીય કાયદામાં કોઈને ડિસ્ચાર્જ કરવા માટે કડક નિયમોનું પાલન કરવું પડે છે. દર્દીને 30 દિવસની નોટિસ આપવી જરૂર છે. તેને એવી હોસ્પિટલમાં મોકલવો પડે જ્યાં તેની જરૂરિતાય પુરી થઈ શકે. જો કોઈ બીજી હોસ્પિટલમાં ન મોકલે તો નર્સિંગ હોમે એક સપ્તાહ સુધી તેની પથારીખાલી રાખવી પડે છે. કર્મચારીઓ અને સરકારી એજન્સીઓ અનુસાર નર્સિંગ હોમ્સ ઈચ્છે ત્યારે નિયમો તોડી નાખે છે. દેશભરમાં નર્સિંગ હોમમાંથી દર્દીઓને કાઢી મુકવાની સંખ્યા ઉપલબ્ધ નથી. ન્યૂયોર્ક ટાઈમ્સે તમામ 50 રાજ્યોની દેખરેખ એજન્સીનો સંપર્ક કર્યો. કેટલીક એજન્સીઓએ કહ્યું કે, તેમણે મહામારી દરમિયાન નર્સિંગ હોમ્સમાંથી દર્દીઓને બીજી હોસ્પિટલોમાં મોકલવાના કેસ જોયા નથી. કેલિફોર્નિયા, ટેક્સાસ અને ન્યૂયોર્ક સહિત 16 રાજ્યોની એજન્સીઓએ કહ્યું કે, સમસ્યા ચાલી રીહ છે. કેટલાકે કહ્યું કે, સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.