નવી દિલ્હી : લાઈન ઓફ એક્યુઅલ કંટ્રોલ (એલએસી) ને લઈને તણાવ વચ્ચે પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) ના સૈનિકને આજે લદ્દાખના ડેમચોકથી અટકાયતમાં લેવામાં આવ્યો છે. પૂછપરછ કર્યા બાદ ચીનના સૈનિકને ચીન પરત મોકલવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અટકાયત કરાયેલ ચીની સૈનિક કોરપોરલ પદ પર છે અને તે શાંઘજી વિસ્તારનો રહેવાસી છે. તેની પાસેથી સિવિલ અને લશ્કરી દસ્તાવેજો મળી આવ્યા હતા.
ભારતીય સૈન્યના જવાનોએ આજે સવારે ચીની સૈનિકને કસ્ટડીમાં લીધો હતો. તેની પૂછપરછ કરવામાં આવી હતી. તેમને ભારતીય સરહદ વિસ્તારમાં આવવાનું કારણ પૂછવામાં આવ્યું. તપાસ એજન્સીઓએ જાસૂસી મિશનના એન્ગલથી પણ આ કેસની તપાસ કરી હતી. બાદમાં તમામ ઔપચારિક જરૂરી કાર્યવાહી કર્યા બાદ ચીની સૈનિકને ચીન પરત મોકલવામાં આવ્યો છે.
ભારતીય સેનામાં અટકાયત કરાયેલા પીએલએ સૈનિકની ઓળખ કોર્પોરલ વાંગ અથવા લોંગ તરીકે થઈ છે. તે 19 ઓક્ટોબર 2020 ના રોજ પૂર્વી લદ્દાખના ડેમચોક સેક્ટરમાં ભટક્યો. અટકાયત પછી, પીએલએ સૈનિકને ભારે ઊંચાઈ અને કઠોર આબોહવાની પરિસ્થિતિઓથી બચાવવા માટે ઓક્સિજન, ખોરાક અને ગરમ કપડાં સહિતની તબીબી સહાય આપવામાં આવી હતી.
ગુમ થયેલ સૈનિક અંગે ચીનની પીએલએ દ્વારા ભારતીય સેનાને વિનંતી કરવામાં આવી હતી. સ્થાપિત પ્રોટોકોલ મુજબ, ઔપચારિકતા પૂર્ણ થયા પછી ચુશુલ-મોલ્ડો બેઠક સ્થાને ચીની સૈનિકને ચીની અધિકારીઓને પરત સોંપવામાં આવ્યો હતો.