જમ્મુ અને કાશ્મીરમાં અંકુશ રેખા પર પાકિસ્તાન દ્વારા સિઝફાયર ઉલ્લંઘન થતા રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન હન્સરાજ અાહિરે કહ્યું છે કે તેઓ નાપાક પાકને અાનો સણસણતો જવાબ આપશે.તેમણે કહ્યું કે અમે સતત પાકિસ્તાનને પાઠ શીખવી રહ્યા છીએ.કોઈ એક પગલું પણ પાછળ પડવાની જરૂર નથી.અમે અમારી સંપૂર્ણ શક્તિથી પાકિસ્તાન સાથે લડી રહ્યા છીએ.
પાકિસ્તાનનીતરફથી સતત થતા સિઝફાયર ભંગનો જવાબ આપવામાં આવશે.ગયા સપ્તાહે તેમણે કહ્યું હતું કે નિયંત્રણ રેખા પરના સિઝફાયરનું સતત ઉલ્લંઘન પાકિસ્તાનને ખૂબ જ ભારે પડશે.તેમણે પાકિસ્તાનની અા પ્રવૃત્તિને મુર્ખતા પૂર્ણ ગણાવ્યુ હતુ.ભારત પાકિસ્તાનની કાર્યવાહીને માફ નહીં કરે.
પાકિસ્તાની ટેન્ક મિસાઇલ ફાયરિંગના પ્રશ્ન પર, તેમણે કહ્યું હતું કે અત્યાર સુધીમાં આવી કોઇ માહિતી મળી નથી.જો કે એ વાત સાચી છે કે પાકિસ્તાન સતત સિઝફાયરનો ભંગ કરે છે.