લદાખ : લદાખ બોર્ડર પર ભારત અને ચીન વચ્ચે તણાવ વધતો જ રહ્યો છે. 7 સપ્ટેમ્બર, સોમવારની ઘટના બાદ ભારત અને ચીનના સૈન્યના સૈનિકો ફરી એકવાર સામ સામે આવી ગયા છે. પેંગોંગ નજીક રેજાંગ લા ખાતે આશરે 40-50 સૈનિકો બંને પક્ષે આમને-સામને આવી ગયા હતા.
આ વિસ્તાર પર ભારતીય સૈન્યના સૈનિકોનો કબજો છે, પરંતુ ચીની આર્મીના 40-50 સૈનિકો તેમની સમક્ષ આવ્યા હતા. ભારતીય સૈનિકોને દૂર કરવા અને તે રેજાંગ લાની ઊંચાઈને પકડવાનો પ્રયાસ ચીન તરફથી કરવામાં આવ્યો છે. જોકે, ચીની સેના આમાં સફળ થઈ શકી નથી.
તમને જણાવી દઈએ કે સોમવારે સાંજે ચીન દ્વારા લદ્દાખ બોર્ડર પર ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જ્યારે ભારતીય સૈનિકોએ તેમને અટકાવ્યા ત્યારે પીએલએના જવાનોએ ગોળીબાર કર્યો હતો. હવાઈ ફાયરિંગ દ્વારા ભારતીય સેનાને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ભારતીય સેનાના જવાનોએ સંયમ વાપરીને ચીની સૈનિકોને પરત મોકલી દીધા હતા.
30 ઓગસ્ટની ઘટના બાદ, ચીને ઘણી વખત ઘુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ દરેક વખતે તેમાં નિષ્ફળતા મળી છે. દર વખતે તેના નિષ્ફળ પ્રયાસ પછી, ભારતીય સેના પર ચીનમાં ઘૂસણખોરી કરવાનો આરોપ લગાવવામાં આવે છે.