દુબઈ : દુબઈમાં 18 જૂને પાકિસ્તાની નાગરિક દ્વારા એક ભારતીય દંપતીની હત્યા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, તે લૂંટનો મામલો હતો. હિરેન અધિયા અને વિધી અધિયા દુબઈની અરબી રેન્ચેસમાં રહેતા હતા. બંનેની ઉંમર 30 વર્ષથી ઉપર હતી. હિરેનનો શારજાહમાં ધંધો હતો.
દુબઈ પોલીસે આરોપીની ધરપકડ કરી ચોરી કરેલી જ્વેલરી જપ્ત કરી છે. દુબઈ સ્થિત ભારતીય દૂતાવાસને પણ આ ઘટનાની જાણકારી આપવામાં આવી છે.
સૂત્રો કહે છે કે ભારતીય દૂતાવાસ કપલના મિત્રો, સ્થાનિક અધિકારીઓ અને તેના સમુદાયના કેટલાક સભ્યો સાથે સંપર્કમાં છે. આ સમાચાર 19 મી જૂન 20 જૂને ગુજરાતી મીડિયામાં પ્રકાશિત થયા હતા.
બે-ત્રણ વર્ષ પહેલાં આ દંપતી દુબઈ સ્થાયી થયું હતું. આ બંનેના ભારતમાં ઘણા સંબંધીઓ છે.