નવી દિલ્હી : અમેરિકન રાજ્યના કેલિફોર્નિયા રાજ્યમાં ડૂબી રહેલા ત્રણ બાળકોના જીવ બચાવવા એક ભારતીય વ્યક્તિ નદીમાં કૂદી ગયો હતો. 29 વર્ષિય શીખ યુવક બાળકોના જીવ બચાવવા પ્રકરણમાં મૃત્યુ પામ્યો હતો. આ વ્યક્તિની ઓળખ મનજીત સિંહ તરીકે થઈ છે.
હકીકતમાં, મનજિત સિંહે ફ્રેસ્નો કાઉન્ટીમાં આવેલા તેમના ઘરેથી કેલિફોર્નિયાના રીડલી બીચ પર ગયો હતો. આ સમય દરમિયાન તેણે ત્રણ બાળકોને કિંગ્સ નદીમાં ડૂબી જવાથી બચવા સંઘર્ષ કરતા જોયા.
સીએનએન અનુસાર, આઠ અને આઠ વર્ષની બે છોકરીઓ અને દસ વર્ષનો એક છોકરો નદી પર રમી રહ્યા હતા, જ્યારે ત્રણેય નદીમાં તણાઈ ગયા હતા. મનજીત, જે તેના સંબંધી અને કેટલાક મિત્રો સાથે નદી પર હાજર હતો, તેણે ડૂબતા બાળકોને જોઇને બચાવવા નદીમાં કૂદી પડ્યો હતો. તેણે દોરડાની મદદથી બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પોતે જ પાણીમાં તણાઈ ગયો હતો. જોકે, ડૂબી રહેલા ત્રણેય બાળકોને અન્ય લોકોએ બચાવી લીધા હતા. જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.