નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય વિમાનમાં ભારતીય મુસાફરોની ગેરવર્તણૂના કિસ્સાઓ વધતા જાય છે ત્યારે આવો જ એક કિસ્સો બન્યો હતો. ભારતીય મુસાફરને ધમાચકડી બાદ ઇન્ટરનેશન ફ્લાઈટનું ઇમર્જન્સી લેન્ડિક કરવું પડ્યું હતું. એર ફ્રાન્સ પ્લેનની એક ફ્લાઈટ પેરિસથી નવી દિલ્હી આવી રહી હતી. તે સમયે એક ભારતીય મુસાફરના હંગામા બાદ પ્લેનનું સોફિયા, બલ્ગેરિયામાં ઈમજરન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.
મીડિયા રિપોર્ટ પ્રમાણે એક ભારતીય નાગરિકે અન્ય પ્રવાસી મુસાફરો સાથે ગેરવર્તણૂક કરી ઝઘડો કર્યો અને ક્રૂ મેમબર્સને માર્યા અને નીચે ઉતારવા માટે કોકપિટના દરવાજાને પણ ધક્કો માર્યો હતો. આ ભારતીય નાગિરકનું નામ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ 72 કલાક માટે તેની અટકાયત કરાઈ છે. મુસાફરને નીચે ઉતારીને પ્લેન તેના નિર્ધારિત રૂટ પર રવાના કરવામાં આવ્યું હતું.
હાલ હંગામી ધોરણે તેને અટકાયતમાં લેવામાં આવ્યો છે. પરંતુ જો આરોપી કોર્ટમાં દોષી સાબિત ઠરશે, તો આરોપીને પાંચથી દસ વર્ષ કેદની સજા થઇ શકે છે. આ પ્રકરણ બાદ આરોપી ભારતીય નાગરીકને કોર્ટ તરફથી વકીલ અને ટ્રાન્સલેટરની વ્યવસ્થા કરવામાં આવી છે. બલ્ગેરિયા સ્થિત ભારતીય દુતાવાસને પણ આ અંગે જાણકારી આપવામાં આવી છે
ઉલ્લેખનીય છે કે, 2020માં એવિયેશન રેગ્યુલેટર ડીજીસીએએ એરલાઈન્સ અને તેના ક્રૂ મેમ્બર્સ માટે નવા નિયમો બહાર પાડ્યા હતા, જેમાં આ પ્રકારના સમાજિક અને ગેરવ્યાજબી મુસાફરોની વર્તણૂક સામે લડવા છુટછાટ આપવામાં આવી છે. આ પહેલા પણ અલગ અલગ વિમાનમાં આ પ્રરકારની પાંચ ઘટનાઓ બની ચુકી છે.