Indus river project India Pakistan ચિનાબ, ઝેલમ અને સિંધુ નદીઓ પર ડેમ અને નહેરોનું કામ ઝડપથી આગળ વધ્યું, પાકિસ્તાનની કૃષિ અને ઊર્જા પર સીધી અસર
Indus river project India Pakistan અગાઉ ક્યારેય ન જોવાયેલી ઢબે ભારતે પાકિસ્તાન સામે પાણીના મોરચે દબાણ વધારવાનું શરૂ કર્યું છે. પહેલગામ આતંકી હુમલાની પૃષ્ઠભૂમિ પર ભારતે સિંધુ જળ સંધિ (Indus Waters Treaty) ને અનિશ્ચિત સમય માટે સ્થગિત કર્યા બાદ, ભારતમાં ડેમ, નહેરો અને હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સ પર કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. સૂત્રોના અનુસાર, ભારત હવે પ્રતિ સેકન્ડ 150 ઘન મીટર જેટલું પાણી ડાયવર્ટ કરી શકે તેવા મોડેલ પર કામ કરી રહ્યું છે, જેના કારણે પાકિસ્તાનની 80% ખેતી અને વીજ ઉત્પાદન પર ગંભીર અસર થઈ શકે છે.
ચેનાબ પર રણબીર નહેરનો વિસ્તરણ, મુખ્ય હાઇડ્રો પાવર યોજનાઓને વેગ
ભારત હવે ચેનાબ નદી પર આવેલા રણબીર નહેરના વિસ્તારને 120 કિલોમીટર સુધી લંબાવવાનો પ્લાન બનાવી રહ્યો છે. હાલમાં 40 ઘન મીટર પ્રતિ સેકન્ડ પાણી વાળવાનું મર્યાદિત ક્ષમતા ધરાવતું પાઈપલાઇન નેટવર્ક હવે ત્રણગણ ક્ષમતા ધરાવતું બને તેવી શક્યતા છે. આ પગલાં પાકિસ્તાનના કૃષિ આધારિત પંજાબ પ્રદેશ માટે ખાસ ઉથલપાથલ સર્જી શકે છે.
વીજ ઉત્પાદન ક્ષમતા ત્રણગણી કરવાની ભારતની તૈયારીઓ
સુત્રોના જણાવ્યા પ્રમાણે, ભારતે કાશ્મીરમાં નવા હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ માટે યાદી તૈયાર કરી છે. હાલના 3,360 મેગાવોટના વીજ ઉત્પાદનને 12,000 મેગાવોટ સુધી વધારવાનો ઉદ્દેશ છે. નવા ડેમો પાણીનો મોટો જથ્થો સંગ્રહ કરી શકશે, જે સિંધુ નદી તંત્રમાં ભારત માટે પહેલો મોટો સંરક્ષણાત્મક પગથિયું ગણાશે.
મોદી સરકારનો સાફ સંદેશ – “પાણી અને લોહી સાથે વહી શકતું નથી”
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે પાકિસ્તાનની જમીન પરથી આતંકવાદ પૂરતો બંધ નહીં થાય ત્યાં સુધી ભારત મૌલિક નીતિગત બદલાવ લાવશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પણ કહ્યું કે ભારત સિંધુ જળ સંધિ પુનઃપ્રારંભ કરવાના મૂડમાં નથી.