ઇજિપ્તના સિનાઇ વિસ્તારમાં આવેલી મસ્જિદ પર આતંકી હુમલો થયો છે. સ્થાનિક ન્યૂઝ એજન્સી અનુસાર, શુક્રવારે લોકો મસ્જિદમાં જુમ્માની નમાજ પઢતા હતા ત્યારે આતંકવાદીઓ એ હુમલો કર્યો હતો. હુમલામાં 54 લોકોના મોત થયા છે જ્યારે 75 લોકો ઘાયલ થયા છે.
– અહેવાલો અનુસાર, આતંકીઓએ પહેલા મસ્જિદમાં બ્લાસ્ટ કર્યો અને પછી નમાજ પઢતાં લોકો પર ફાયરિંગ કર્યું હતું.
– સ્થાનિક પોલીસ ઓફિસરના જણાવ્યાનુસાર, ચાર વાહનોમાં આતંકીઓ મસ્જિદની બહાર પહોંચ્યા અને લોકો નમાજ પઢતાં હતા ત્યારે જ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.