દેશમાં કોરોના વાઇરસના કારણે લોકડાઉન હોવાથી લોકો ઘરમાંથી પણ બહાર નીકળી નથી શકતા. આ વાઇરસનો ફેલાવો રોકવા માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વાઇરસને ધ્યાનમાં રાખીને જ બ્રિટિશ ઓટોમોબાઇલ કંપની MG મોટર્સે પહેલા જ તેની ટેસ્ટ ડ્રાઇવ માટે જતી તમામ ગાડીઓ સેનિટાઇઝ કરવાનું શરૂ કરી દીધું હતું. હવે પરિસ્થિતિ પહેલાં કરતા પણ ખરાબ થઈ ગઈ છે. જેના કારણે કંપની કેબિનમાં Sterilisation ટેક્નોલોજીનો પ્રયોગ કરવા માટે સિંગાપોરની Medklinn કંપની સાથે વાતચીત કરી રહી છે. Sterilisation ટેક્નોલોજીના માધ્યમથી કેબિનની એરને સંપૂર્ણ રીતે ક્લીન કરી વાઇરસથી સુરક્ષિત રાખવામાં આવશે.