કોરોના વાયરસના ઝડપથી વધી રહેલા કેસોને જોતા ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ દેશમાં ત્રણ અઠવાડિયા માટે લોકડાઉનની જાહેરાત કરી છે. દરમ્યાન સંક્રમણને રોકવા માટે શાળાઓ અને દુકાનો બંધ રખાશે. શુક્રવારથી શરૂ થનાર આ કોરોના લોકડાઉન દરમ્યાન ઇઝરાયલી લોકોની અવર-જવર પર પ્રતિબંધ રહેશે.
નેતન્યાહુએ કહ્યું, ‘અમારું લક્ષ્ય કોરોના વાયરસને રોકવાનું અને સંક્રમણની સંખ્યાને ઘટાડવાનું છે. હું જાણું છું કે આ પગલાં માટે આપણે બધાએ એક મોટી કિંમત ચૂકવવી પડશે. આ કોઈ રજાઓ નથી કે લોકો સામાન્ય રીતે ટેવાયેલા છે.’ ઇઝરાયલમાં કોરોના વાયરસ ફેલાયા બાદ આ બીજીવાર લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. લોકડાઉનને કારણે કોરોના સંક્રમણનો દર ઓછો થઇ જાય છે પરંતુ દેશના અર્થતંત્ર અને રોજગાર પર ગંભીર અસરો પડે છે.