Israel Iran War ઇરાન-ઇઝરાયલ યુદ્ધ અને અમેરિકાનો રાજકીય દાવ
Israel Iran War ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને આજે 11 દિવસ થયા છે અને પરિસ્થિતિ સતત ગંભીર બની રહી છે. આ દરમિયાન અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનોએ ફરીથી ચર્ચા જગાવી છે. તાજેતરમાં અમેરિકાએ ઇરાનના પરમાણુ મથકો પર હુમલો કર્યો હતો, જે બાદ ટ્રમ્પે ઈરાનની સરકારે પરિવર્તન કરવાની વાત કરી છે. જો કે, આ અગાઉ તેમણે જણાવ્યું હતું કે તેઓ ઈરાનમાં શાસન બદલવા માટે પ્રવૃત્ત થવા માંગતા નથી.
‘MIGA’નો નવો સૂત્ર અને ટ્રમ્પની બદલાતી ભૂમિકા
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું કે, “જો વર્તમાન શાસન ઈરાનને ફરીથી મહાન બનાવી શકતું નથી, તો તેને બદલવામાં ખોટું છે?” સાથે જ તેમણે ‘MIGA’ શબ્દ પણ રજૂ કર્યો – “Make Iran Great Again”, જે તેમની જૂની ચૂંટણી ઝંખના ‘MAGA’ જેવી જ ધ્વનિ આપે છે. આ પગલાંથી સ્પષ્ટ થાય છે કે હવે ટ્રમ્પ ખામેનીના શાસન સામે વધુ આક્રમક વલણ અપનાવી રહ્યા છે.
શાસન બદલવાનું કારણ શું છે?
ટ્રમ્પના મતે, ઈરાનની સરકાર માત્ર આંતરિક રીતે જ નબળી નથી, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અસ્થિરતા ફેલાવવાની ભૂમિકા ભજવી રહી છે. તેમણે ઇરાન પર હિઝબુલ્લાહ, હુતી અને હમાસ જેવા આતંકવાદી સંગઠનોને સહાય આપવાનો આરોપ મૂક્યો છે. સાથે જ તેમનો આ ડર પણ છે કે ઇરાન, એક પરમાણુ શક્તિ બની શકે છે – જે વિશ્વ શાંતિ માટે ખતરો છે. ટ્રમ્પના મત મુજબ, ઈરાનમાં લોકશાહી શાસન સ્થપાય તો નાગરિકોને વધુ સ્વતંત્રતા મળશે અને દેશ આંતરરાષ્ટ્રીય સ્તરે સહયોગી બની શકશે.
US President Donald Trump posts, "It's not politically correct to use the term, 'Regime Change', but if the current Iranian Regime is unable to MAKE IRAN GREAT AGAIN, why wouldn't there be a Regime change??? MIGA!!!" pic.twitter.com/RwA95Ec4ut
— ANI (@ANI) June 22, 2025
શાસન બદલવી શક્ય છે?
જોકે ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં શાસન બદલવાની વાત કરી છે, તેવું કરવું સરળ નથી. ઈરાનની રાજકીય વ્યવસ્થા મજબૂત છે અને ખામેની સહિત કટ્ટરપંથીઓ પાસે હજી પણ વિશાળ સમર્થન છે. ઈરાનની વિદેશ નીતિ અને આંતરિક નિયંત્રણો પશ્ચિમ દેશોની નીતિઓથી ખૂબ અલગ છે. લોકોમાં અસંતોષ છે, પણ મોટા પાયે વિસ્ફોટ થઈ શકે તેવી સ્થિતિ હજી સર્જાઈ નથી. તેથી તાત્કાલિક શાસન પરિવર્તન શક્ય છે એવી ધારણા પર શંકા રહે છે.
ટ્રમ્પના બમણા વલણના પગલે દુનિયા અને ખાસ કરીને મધ્ય પૂર્વમાં ચિંતાનો માહોલ છે. હવે જોવાનું એ રહેશે કે ટ્રમ્પ માત્ર રાજકીય નિવેદન આપી રહ્યા છે કે આગળ જઈને તેઓ કોઈ નીતિગત પગલાં પણ ભરે છે. એક વાત ચોક્કસ છે કે તેમના “MIGA” સૂત્ર સાથે ઈરાનના આંતરિક રાજકારણમાં ચર્ચા ફરી તાજી થઈ છે.