ઇટાલી : ઇટાલી કોરોના વાયરસનું કેન્દ્ર બન્યું છે, જ્યાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા પ્રત્યેક પસાર થતા દિવસ સાથે વધી રહી છે. જો આ રોગચાળાને કારણે કોઈ પણ દેશમાં સૌથી વધુ વિનાશ સર્જાયો હોય, તો તે ઇટાલીમાં છે. યુરોપના આ દેશમાં અત્યાર સુધીમાં 8 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. અહીં માત્ર શુક્રવારે (27 માર્ચે) જ સૌથી વધુ મોત થયા છે. શુક્રવારે કોરોના વાયરસથી અહીં લગભગ 1000 લોકોનાં મોત થયાં છે.
એવું નથી કે, કોરોના વાયરસનો કહેર યુરોપના માત્ર આ એક દેશમાં જ એટલું નહીં, પરંતુ બ્રિટન, સ્પેન, જર્મની જેવા દેશો આ જીવલેણ રોગની ચપેટમાં છે. સમગ્ર યુરોપમાં કોરોના વાયરસના 3 લાખથી વધુ કેસ છે. એકલા ઇટાલીની વાત કરીએ તો અહીં કોરોના વાયરસના 86 હજારથી વધુ પુષ્ટિ થયેલા કેસ છે. ઇટાલીમાં, ગુરુવારે 712 લોકો, બુધવારે 683, મંગળવારે 743 અને સોમવારે 602 લોકો કોરોના વાયરસને કારણે મૃત્યુ પામ્યા છે.
વિશ્વમાં 5,66,269 લોકો ચેપગ્રસ્ત
વિશ્વભરમાં કુલ 5,66,269 લોકો કોરોના ચેપ લાગ્યો છે જ્યારે 26 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. ચીન પછી, કોરોના યુરોપમાં કહેર વરસાવી રહ્યો સી છે. છેલ્લા 24 કલાકમાં, કોરોના વાયરસને કારણે સ્પેનમાં 769 લોકો મૃત્યુ પામ્યા છે. સ્પેનમાં એક જ દિવસમાં મોતનો આ સૌથી વધુ આંકડો છે.