JD Vance: પહલગામ હુમલાની તપાસમાં પાકિસ્તાને ભારતને સહયોગ આપવો જોઈએ: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ
JD Vance 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. આ હિંસક ઘટનામાં 26 નિર્દોષ પ્રવાસીઓના મોત થયા હતા. હુમલા પછી વિશ્વના અનેક દેશોએ આ ઘટનાની નિંદા કરી છે. હવે, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે પણ આ મુદ્દે ખુલ્લું નિવેદન આપ્યું છે.
જેડી વાન્સ, જેઓ હુમલા દરમિયાન તેમના પરિવાર સાથે ભારતમાં હાજર હતા, હવે અમેરિકામાં પાછા ફર્યા પછી પહેલીવાર આ ઘટનાને લઈને જાહેરમાં, તેમણે આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, “અમને આશા છે કે ભારત આ આતંકવાદી હુમલાનો યોગ્ય અને માપદંડભર્યો જવાબ આપશે. સાથે જ, આશા છે કે આ ઘટનાને લીધે કોઈ મોટો યુદ્ધસદૃશ સંઘર્ષ ન થાય.”
https://twitter.com/MeghUpdates/status/1918141910977310802
વિશેષ કરીને જેડી વાન્સે પાકિસ્તાનને સંદેશન આપતાં જણાવ્યું કે, “પાકિસ્તાનએ પણ આ હુમલાની તપાસમાં ભારતને સહયોગ આપવો જોઈએ. આ સહયોગની ભુમિકા પકડાયેલા આતંકવાદીઓને દંડ આપવામાં અને સમગ્ર વિસ્તારમા શાંતિ પુનઃસ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.”
જેડી વાન્સનું આ નિવેદન માત્ર કૂટનીતિક રીતે જ નહીં પરંતુ ભાવિ દક્ષિણ એશિયાઈ શાંતિ પ્રક્રિયા માટે પણ મહત્વ ધરાવે છે. અમેરિકાની આ સ્પષ્ટ ભૂમિકા ભારત માટે કૂત્નીતિક મજબૂતીનું સંકેત છે, અને પાકિસ્તાન માટે દબાણનું કારણ બની શકે છે.
વર્શવિસ્તારમાં ભારેલા તણાવના સંજોગોમાં, જેડી વાન્સની આ ટિપ્પણી ભારત માટે આંતરરાષ્ટ્રીય સમર્થનનો એક દ્રઢ સંકેત છે. તેમની સૂચનાએ દક્ષિણ એશિયામાં આતંકવાદ સામે એક સંયુક્ત લડતની અપેક્ષા પણ ઉભી કરી છે.