સમગ્ર દુનિયામાં હજી સુધી નવા કોરોનાવાઈરસની વેક્સિન તૈયાર કરવામાં આવી નથી પરંતુ મનુષ્યને સંક્રમિત કરનાર પ્રથમ કોરોનાવાઈરસના શોધની કહાની રસપ્રદ છે. જૂન એલમેડાએ 1964માં આ વાઈરસ શોધી કાઢ્યો હતો, જે એક બસ ડ્રાઈવર પુત્રી હતી જેણે 16 વર્ષની ઉંમરમાં ભણવાનું છોડી દીધું હતુ. શરદી- ખાંસીથી પીડાતા દર્દીઓના નાકના સેમ્પલને જૂને ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપીમાં જોયા તો તે એક તાજ (મુગટ) જેવો વાઈરસ દેખાતો હતો. જ્યારે તેને આ વાતની જાણકારી જર્નલ અને સિનિયરને આપી તો તેમણે એવું કહીને આ રિસર્ચને રિજેક્ટ કરી દીધું તે તેની તસવીર ખરાબ છે પરંતુ બાદમાં આ શોધ ઇતિહાસ બની ગઈ. કોરોનાવાઈરસ એક ક્રાઉન જેવો દેખાય છે તેના આધાર પર તેનું નામ કોરોના રાખવામાં આવ્યું.