Khalid Hanafi Statement: તાલિબાન મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન: “ગેર-મુસ્લિમો પ્રાણીઓ કરતાં પણ ખરાબ”, હિન્દુ-શીખ સમુદાયમાં ભયનો માહોલ
Khalid Hanafi Statement: અફઘાનિસ્તાનમાં ફરી એકવાર તાલિબાનના કડકપંથી મંત્રીએ વિવાદ ઉછેર્યો છે. તાલિબાન સરકારમાં “સદાચારના પ્રચાર અને દુર્ગુણોના નિવારણ” વિભાગના મંત્રી ખાલિદ હનાફીએ બિન-મુસ્લિમો અંગે આપત્તિજનક અને ધર્મવિરોધી ટિપ્પણી કરી છે. કાબુલમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન તેણે કહ્યું કે હિન્દુઓ અને શીખો જેવા બિન-મુસ્લિમો “ચાર પગવાળા પ્રાણીઓ કરતાં પણ ખરાબ છે.”
આ નિવેદન માત્ર અફઘાનિસ્તાન નહીં પરંતુ વૈશ્વિક સ્તર વિષય બન્યો છે. યુનાઇટેડ કિંગડમ સહિતના દેશોમાં વસવાટ કરતા અફઘાન શીખ અને હિન્દુ સમુદાયના લોકો દ્વારા આ નિવેદનની સખત ટીકા કરવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્યો કે આવા નિવેદનો લઘુમતી સમુદાય માટે ખતરાની ઘંટી છે અને અફઘાનિસ્તાનમાં રહી રહેલા લોકોની સલામતી માટે ગંભીર પડકાર ઉભો કરે છે.
હનાફી કોણ છે અને શું છે તેનો ઇતિહાસ?
શેખ અલ-હદીસ મોહમ્મદ ખાલિદ હનાફીનો જન્મ નુરિસ્તાનના દોઆબી જિલ્લાના કોલમ શહીદ ગામમાં થયો હતો. તેમણે મદરેસામાં અભ્યાસ કર્યો છે અને થોડીક માત્રામાં આધુનિક શિક્ષણ પણ મેળવ્યું છે. તાલિબાનમાં તે પોતાના ભાઈ સાથે જેહાદી પ્રવૃત્તિઓમાં સંલગ્ન રહ્યો છે. તેણે નિમરોઝ અને ડેલારામમાં જેહાદી જૂથ પણ બનાવ્યા હતા. એક વખત એન્કાઉન્ટરમાં ઘાયલ થયા બાદ પણ તેણે તાલિબાનનો સાથ ન છોડ્યો.
અફઘાનિસ્તાનમાં લઘુમતીઓના હક ખતરામાં
તાલિબાનના બીજા શાસનકાળ પછી હિન્દુ અને શીખો જેવી લઘુમતી ધર્મોની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. મહિલાઓના શિક્ષણ પર પ્રતિબંધ પછી હવે લઘુમતીઓ સામે કટ્ટરપંથી નિવેદનો લોકોને વધુ અસુરક્ષિત બનાવી રહ્યા છે. આ સ્થિતિમાં ઘણા લઘુમતી સમુદાયના લોકો પોતાનો દેશ છોડીને યુરોપ, કેનેડા કે ભારત શરણ લેવાનું વિચારતા થયા છે.
વિશ્વભરમાંથી માનવાધિકાર સંસ્થાઓએ પણ હનાફીના નિવેદન સામે કડક પ્રતિક્રિયા આપી છે અને તાલિબાન સરકારને એવો સંદેશો આપ્યો છે કે ધર્મની આડમાં લાગુ કરાતા અસહિષ્ણુતાના નિયમો લઘુમતી સમુદાયોની અસ્તિત્વ માટે ખતરાપૂર્વક સાબિત થઈ શકે છે.