ચેરિટી સંગઠન વોટર એડે આ દાવો કર્યો હતો. તે મુજબ બ્રાઝિલની વસતીથી લઈને ઉત્તર યમનમાં યુદ્ધગ્રસ્ત ગામ સુધી આશરે 300 કરોડ લોકો પાસે સ્વચ્છ પાણી અને સાબુથી હાથ ધોવાનો કોઈ વિકલ્પ જ નથી. દુનિયાભરની ઝૂંપડપટ્ટીઓ, શિબિરો અને અન્ય ભીડભાડવાળી વસાહતોમાં અનેક લોકો રોજ પાણીથી ટેન્કર મેળવવા માટે પડાપડી કરે છે જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ શક્ય જ નથી.
આ સ્થળોએ લોકોને પાણીની જરૂર વાસણ ધોવા અને શૌચાલય સાફ કરવા જેવાં મહત્ત્વપૂર્ણ કામ માટે પણ હોય છે અને તેમની પાસે વારંવાર હાથ ધોવા માટે પાણીના ઉપયોગનો વિકલ્પ રહેતો જ નથી. સ્ટડી અનુસાર આ ભીડવાળાં સ્થળોએ કોરોના વાઈરસના ફેલાવાને રોકવામાં આવતી સમસ્યાઓને રેખાંકિત કરે છે.