નવી દિલ્હી: ચીનના વુહાન શહેરથી ઉદ્દ્ભવેલાં કોરોના વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. દુનિયામાં 14,32,577 લોકો આ રોગની ઝપેટમાં છે અને 82,195 લોકોના મૃત્યુ નિપજ્યા છે. આ સાથે જ આ રોગને પ્રસરતો અટકાવવા માટે ભારત દેશ 21 દિવસ માટે લોકડાઉન જાહેર કર્યું છે. જેને આજે 15 દિવસ વીતી ગયા છે. ભારતમાં લોકડાઉન હોવા છતાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે. ભારતમાં 5194 કેસ પોઝિટિવ છે અને અત્યારસુધીમાં 149 લોકોના મૃત્યુ થયા છે. ભારતની જેમ વિશ્વના અન્ય દેશોમાં પણ કોરોના વાયરસને કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
વિશ્વના ઘણા દેશોએ કોરોના વાયરસને નિયંત્રણમાં રાખવા માટે લોકડાઉન કર્યું છે. ભારત ઉપરાંત એશિયામાં ઈરાન, નેપાળ, મલેશિયા, બાંગ્લાદેશ, ઉઝબેકિસ્તાન, લાઓસમાં લોકડાઉન છે. આ સિવાય ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ પણ લોકડાઉનમાં છે. યુરોપમાં વસ્તુઓ ખૂબ ખરાબ છે. એક રીતે, આખું યુરોપ લોકડાઉનનો સામનો કરી રહ્યું છે. લેટિન અમેરિકામાં પેરુ, આર્જેન્ટિના, કોલમ્બિયા, વેનેઝુએલા, હૈતીમાં પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આફ્રિકન દેશોની વાત કરીએ તો કેન્યા, રવાન્ડા, દક્ષિણ આફ્રિકા, અંગોલા જેવા દેશોએ લોકડાઉન કર્યું છે.