શુ્ક્રવારે લંડન બ્રિજ પર ચાકુથી થોડાક લોકોને ઇજા પહોંચાડનારો હુમલાખોર પાકિસ્તાની કૂળનો ઉસ્માન ખાન હોવાની જાહેરાત કરાઇ હતી. આ હુમલામાં બે વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં. આ યુવાનને 2012માં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે જેલની સજા થઇ ચૂકી હતી. એટલે કે એ રીઢો ગુનેગાર નીકળ્યો. લંડન પોલીસે શુક્રવારે બનાવટી વિસ્ફોટક જેકેટ પહેરેલા એક યુવાનને ઠાર કર્યો હોવાના સમાચારને સમર્થન આપ્યું હતું.
સ્કોટલેન્ડ યાર્ડના એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના સહાયક કમિશનર નીલ બસુએ કહ્યું કે હુમલાખોરની ઓળખ થઇ ચૂકી હતી. 28 વર્ષનો આ યુવાન ઉસ્માન ખાન પાકિસ્તાની કૂળનો છે અને 2012માં પણ એને આતંકવાદી પ્રવૃત્તિમાં સહભાગી હોવા બદલ સજા થઇ ચૂકી હતી. 2018ના ડિસેંબરમાં જ એ જેલમાંથી છૂટ્યો હતો.
બ્રિટિશ પોલીસે આ ઘટનાને આતંકવાદી હુમલા સમાન ગણાવી હતી અને કહ્યું હતું કે આ ઘટનામાં બીજું કોઇ સંડોવાયું છે કે કેમ એની તપાસ અમે કરી રહ્યા છીએ.