ઉનાળાની સિઝન શરુ થાય તેમ લોકોનાં ઘરમાં કેરી ખાવાની શરુ થઇ જાય છે, પણ આ કેરીની ડિલિવરી જો તમારા ઘરે કોઈ લેમ્બર્ગિની જેવી સુપર લક્ઝરી કારમાં થાય તો? દુબઈમાં એક સુપરમાર્કેટે ખરેખર આવું શરૂ કર્યું છે. આ અનોખો આઈડિયા ત્યાં ના ‘પાકિસ્તાન સુપરમાર્કેટ’ નો છે. તેમણે ગ્રાહકોને આકર્ષવા માટે લીલા રંગની લેમ્બર્ગિની કારમાં કેરીની ડિલિવરી અને તેમાં આંટો મારવાની ઓફર આપી છે. આ સુપરમાર્કેટનો મેનેજીંગ ડિરેક્ટર મોહમ્મદ ઝેહનસીબ કેરીની ડિલિવરી કરીને ગ્રાહકોને ખુશ કરવાના પ્રયત્નો કરે છે.
ગ્રાહકો પણ હવે તો ફેસબુકમાં પાકિસ્તાન સુપરમાર્કેટ પેજ પર ઓર્ડર આપ્યા પછી ગ્રીન લેમ્બર્ગિનીમાં કેરીની આતુરતાથી રાહ જુએ છે. ગયા અઠવાડિયે સુપરમાર્કેટે આ રીતે ડિલિવરી કરવાનું શરુ કર્યું છે, પણ તેના માટે કસ્ટમરે ઓછામાં ઓછી 2000 રૂપિયાની કેરીનો ઓર્ડર આપવાનો રહેશે. મોહમ્મદે મીડિયાને કહ્યું કે, એક ઓર્ડરની ડિલિવરી કરતાં મને એક કલાક લાગે છે. અમે રોજની 7-8 હોમ ડિલિવરી કરીએ છીએ. આઈડિયા પાછળનો હેતુ લોકોને ખુશ કરવાનો છે.