આતંકી સંગઠન આઈએસ દ્વારા 2014માં કિડનેપ કરેલા 39 ભારતીયોને ભારત પરત ફરવાની આશા ફરી જાગી ગઈ છે. વિદેશ રાજ્ય મંત્રી વી.કે.સિંહ સ્પેશ્યિલ મિશન અંતર્ગત ઇરાક પહોંચ્યા છે. તેમની સાથે 39 પરિવારના DNA સેમ્પલ છે. જેનાથી આસાનીથી ગુમ થયેલાં ભારતીયોની સાચી ઓળખ મેળવી શકાય અને સાબિત કરી શકાય
બુધવારે ઇરાકના દૂતાવાસ તરફથી 2014માં ગુમ થયેલા 39 ભારતીયોની માહિતી વીશે અપડેટ મળી હતી. જૂન 2014થી ભારત અને ઇરાક દ્વારા સંયુક્ત રીતે આતંકીઓ દ્વારા અપહરણ કરેલા ભારતીયો માટે સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું છે.
ભારતીય વિદેશ રાજ્ય મંત્રી વી.કે.સિંહ ઇરાકમાં આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓ સાથે કરશે મુલાકાત. આશા છે કે ગુમ થયેલા ભારતીયોની આધારભૂત માહિતી મળશે.
વિદેશ રાજ્ય મંત્રી વી.કે.સિંહ આ પહેલા પણ ઇરાકમાં ગયા હતા પણ ત્યારે મોસુલ અને બદુશ શહેરમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ હોવાથી ત્યાં જઈ શક્યા નથી. આ વખતે તેઓ આ શહેર ની પણ મુલાકાત લેશે તેમજ ઇરાકના આર્મી ચીફ અને રાષ્ટ્રીય સલાહકારને પણ આ મુદ્દે મળશે.
39 ભારતીયોમાં મોટાભાગે પંજાબના એવા પરિવારના લોકોનો સમાવેશ થાય છે જેમની આર્થીક પરિસ્થિતિ બહુ ખરાબ છે. ઇરાક સરકારે જણાવ્યું છે કે ગુમ થયેલા લોકો જીવતા છે કે મૃત્યુ પામ્યા તે પણ ખબર નથી. અત્યારે તો આશા રાખીએ કે તેમની આ ઇરાક મુલાકાત કોઈ પરિણામ જરૂર લાવશે.