વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારતની મુલાકાતે આવેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને તેમના પરિવારને મળ્યા છે. મોદીએ આજે સવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે ટ્રુડો અને તમના પરિવારનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ દરમિયાન ટ્રુડોની દીકરીએ મોદીને ગળે લાગીને તેનો ઉત્સાહ પણ વ્યક્ત કર્યો આજે. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોને રાષ્ટ્રપતિ ભવન ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
ગુરુવારે મોદીએ આ વિશે એક ટ્વિટ પણ કર્યું હતું. તેમાં તેમણે ભારત-કેનેડાના સંબંધોને મજબૂત કરવાની વાત કરી હતી. એક અન્ય ટ્વિટમાં મોદીએ કહ્યું હતું કે, તેઓ ટ્રુડો અને તેમના બાળકોને મળવા માટે ખૂબ ઉત્સુક છે. પીએમએ આ ટ્વિટ સાથે તેમના 2015ના કેનેડાની મુલાકાતના ફોટો પણ પોસ્ટ કર્યા હતા. માનવામાં આવે છે કે, આજની મોદી અને ટ્રુડોની મીટિંગમાં ન્યૂક્લિયર ડીલ, બિઝનેસ, એજ્યુકેશન અને વિવાદિત ખાલિસ્ચાન મુદ્દા પર ચર્ચા કરી શકે છે. નોંધનીય છે કે, સ્પેશિયલ ડિનરમાં ખાલિસ્તાનના સમર્થકને આમંત્રણ આપવાના કારમે ટ્રુડોની આ મુલાકાત વિવાદિત થઈ ગઈ હતી.
મોદીએ ટ્વિટમાં લખ્યું છે કે, જસ્ટિન ટ્રુડો અને તેમના પરિવારને ભારત મુલાકાતમાં મજા આવી છે. હું તેમના બાળકો જેવિયર, એલા-ગ્રેસ અને હેડ્રિયનને ખાસ મળવા માગુ છું. આ મારી 2015ની કેનેડા મુલાકાતની તસવીર જ્યારે હું પહેલી વાર ટ્રુડો અને એલા ગ્રેસ (ટ્રુડોની પત્ની)ને મળ્યો હતો.
શુક્રવારે મોદી અને ટ્રુડો વચ્ચે થનારી મીટિંગમાં બિઝનેસ, ડિફેન્સ, સિવિલ, ન્યૂક્લિયર ડીલ, એનર્જી અને એજ્યુકેશન મુદ્દા પર વાત થઈ શકે છે. આ સિવાય કેનેડામાં વધી રહેલા સિખ એક્સ્ટ્રિમિઝ્મ અને ખાલિસ્તાનનો મુદ્દો પણ ટ્રુડો અને મોદી વચ્ચે ચર્ચાનો વિષય રહેશે. નોંધનીય છે કે, ટ્રુડો સાત દિવસની ભારતની મુલાકાતે આવ્યા છે અને શુક્રવારે તેમની ભારત મુલાકાતનો છેલ્લો દિવસ છે. તેઓ મોડી રાતે કેનેડા પરત જશે.