મહિનાના અંતમાં દાવોસમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત થઈ શકે છે. વાઈટ હાઉસે મંગળવારે જણાવ્યું છે કે ટ્રમ્પ દાવોસમાં ૨૨ જાન્યુઆરીએ શરૂ થઈ રહેલા વિશ્વ વેપાર મંચ સંમેલનમાં ભાગ લેવાના છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્રભાઇ પણ દાવોસમાં વિશ્વ આર્થિક મંચને સંબોધિત કરવાના છે. વાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી સારા સેન્ડર્સે એક નિવેદનમાં જણાવ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ આ વખતે દુનિયાના નેતાઓ સમક્ષ અમેરિકાનો ફર્સ્ટ એજન્ડા રજૂ કરશે. તેમણે કહ્યું કે આ વર્ષે વિશ્વ આર્થિક મંચ પર ટ્રમ્પ અમેરિકામાં વ્યવસાય, ઉદ્યોગ અને કામદારોને મજબૂતી આપવાની નીતિઓને પ્રમોટ કરશે. આ વખતે આ મંચમાં જોડાનારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ સિવાય અન્ય ૬ દેશોના કેન્દ્રીય મંત્રી, ૨ સી.એમ., ઘણાં ઉચ્ચ અધિકારીઓ અને લગભગ ૧૦૦ CEO પણ હાજર રહેવાના છે. IANSના રિપોર્ટ મુજબ તેમાં સુરેશ પ્રભુ, નાણાં મંત્રી અરુણ જેટલી, રેલવે મંત્રી પીયૂષ ગોયલ, પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, વડાપ્રધાન કાર્યલયમાંથી રાજય મંત્રી જિતેન્દ્ર સિંહ અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને એમજે અકબરનો સમાવેશ થાય છે. આમની સાથે આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને દેવેન્દ્ર ફડણવીસ પણ જોડાશે. પી.એમ. મોદી ૧૯૯૭ પછી પ્રતિષ્ઠિત વૈશ્વિક વેપાર સમ્મેલનના પૂર્ણ સત્રને સંબોધિત કરનારા પહેલા ભારતીય વડાપ્રધાન બનશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.