રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દુનિયાના અમીરોની યાદીમાં 11મા ક્રમે પહોંચી ગયા છે. એશિયાના સૌથી અમીર શખ્સ મુકેશ અંબાણીની સંપત્તિ પહેલી વખત 60 અબજ ડૉલર એટલે કે 4.58 લાખ કરોડ રૂપિયાના પાર પહોંચી છે. બ્લુમબર્ગ બિલિયનર્સ ઇંડેક્સ પ્રમાણે મુકેશ અંબાણીની સંપત્તિમાં ગુરૂવાર અને શુક્રવાર વચ્ચે 1.16 અબજ ડૉલરનો વધારો થયો હતો. આ સાથે જ રિલાયન્સ 11 લાખ કરોડ કરોડ રૂ. માર્કેટ કેપ વાળી દેશની પહેલી કંપની બની હતી. બીએસઇ સેંસેક્સમાં રિલાયન્સનો શેર રૂ. 1788.60ના સ્તર પર પહોંચી ગયો. એક જ દિવસના ગાળામાં શેરનો ભાવ 1656.25 રૂ.થી 132 રૂપિયા વધીને 1788.60 પર પહોંચી ગયો.
આ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પૂર્ણ રીતે દેવામુક્ત થઇ છે. કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન પણ 11.18 કરોડ રૂપિયા થઇ ગયું છે. આટલું જ નહીં તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિકીની જિયો પ્લેટફોર્મ હવે દેશની પાંચમી મોટી કંપની બની ગઇ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ આજે જાહેરાત કરી કે કંપની હવે દેવામુક્ત થઈ ગઈ છે.
મુકેશ અંબાણીએ એક નિવેદનમાં કહ્યું કે, મેં 31મી માર્ચ 2021 ના અમારા લક્ષ્યાંક પહેલા રિલાયન્સને ધીરાણમુક્ત બનાવીને શેરધારકોને આપેલા વચનને પૂર્ણ કર્યું છે. મુકેશ અંબાણીએ 12 મી ઓગસ્ટ 2019 ના રોજ 42 મી એજીએમ (AGM)માં રોકાણકારોને 31 માર્ચ 2021 સુધીમાં કંપનીને દેવા મુક્ત બનાવવાનું વચન આપ્યું હતું. મુકેશ અંબાણીએ કહ્યું હતું કે અમારી પાસે 18 મહિનામાં ધીરાણમુક્ત થવા માટેનો સ્પષ્ટ પ્લાન છે.