ભારતીય વૈજ્ઞાનિકોએ અત્યાર સુધીની સૌથી દૂરની ગેલેક્સી AUDFs01ને શોધી કાઢી છે. આ શોધને ભારતે પ્રથમ મલ્ટિ-વેવલેન્થ લંબાઈ ઉપગ્રહ – એસ્ટ્રોસેટની મદદથી કરવામાં આવી છે. જેના માટે નાસાએ ભારતીય વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી છે. આ શોધ પુણે સ્થિત અંતરિક્ષ વિજ્ઞાન અને અંતરિક્ષ ભૌતિકના અંતર વિશ્વ વિધ્યાલયના કેન્દ્ર દ્વારા કરવામાં આવી છે. એસ્ટ્રોસેટે બીજી આકાશગંગામાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણોને પકડયા છે. જે પૃથ્વીથી લગભગ 9.30 બિલિયન પ્રકાશ વર્ષ દૂર છે. નવી આકાશગંગા હવે દુનિયાની સામે છે. જેનું નામ AUDFs01 અપાયું છે.
નાસાએ શું કહ્યું
આ શોધના એક દિવસ પછી, નાસાએ ભારતીય વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી છે. નાસાના પબ્લિક અફેર્સ ઓફિસર ફેલિસિયા ચૌએ કહ્યું, “નાસા આ નવી શોધના સંશોધકોને અભિનંદન આપે છે.” તેમણે કહ્યું કે વૈજ્ઞાનિકો બધાની શોધ કરે છે. આપણા માટે એ જાણવું જરૂરી છે કે આપણે ક્યાંથી આવ્યા છીએ.
આઈયુસીએએ આ વિશેષ કાર્ય હાથ ધર્યું
પુણે સ્થિત આઇયુસીએએના આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોએ એસ્ટ્રોસેટ દ્વારા આ સફળતા મેળવી છે. જેને ખૂબ જ મહત્વપૂર્ણ શોધ માનવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ટીમના ખગોળશાસ્ત્રીઓના નેતૃત્વ આઈયુસીએએના સહયોગી પ્રોફેસર કનક સાહા કરી રહ્યાં છે. આ શોધ અંગે 24 ઓગસ્ટના રોજ ‘નેચર એસ્ટ્રોનોમી’ માં સંપૂર્ણ વિગતવાર આ અંગેની મહિતી આપવામાં આવી છે. આ શોધો આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની ટીમે કરી છે, જેમાં ભારત, ફ્રાંસ, સ્વિટ્ઝરલેન્ડ, અમેરિકા, જાપાન અને નેધરલેન્ડના વૈજ્ઞાનિકો શામેલ છે.
અલ્ટ્રા વાયોલેટ કિરણોને શોધી કાઢ્યા
કેન્દ્રીય રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો) ડો. જીતેન્દ્રસિંહે પ્રતિક્રિયા આપતા કહ્યું, ‘આ ગૌરવની વાત છે કે ભારતની પ્રથમ મલ્ટિ-વેવલેન્થ લંબાઈ અવકાશ નિરીક્ષક “એસ્ટ્રોસેટ” એ પૃથ્વીથી 9.3 અબજ પ્રકાશ-વર્ષ સ્થિત આકાશગંગામાંથી અલ્ટ્રા વાયોલેટ કિરણોને શોધી કાઢ્યા છે.
શોધ ખૂબ જ મહત્વપૂર્ણ છે
આઈયુસીએએના ડિરેક્ટર ડો.સોમક રાય ચૌધરીએ કહ્યું, ‘આ શોધ ડાર્ક યુગને લગતી સૌથી અગત્યની શોધ છે, જેના દ્વારા આપણે પ્રકાશના જન્મની વાર્તા જાણીશું. જો કે, આ માટે ઘણું કરવાનું બાકી છે. હું મારા સાથીદારોની સફળતાથી ગર્વ અનુભવું છું.
એસ્ટ્રોસેટે તે કાર્ય કર્યું જે હબલ કરી શક્યું નહીં
આ જ કાર્યને પરિપૂર્ણ કરવા માટે, નાસાએ હબલ સ્પેસ ટેલિસ્કોપ-એચએસટીને અંતરિક્ષમાં ગોઠવ્યું છે. જે એસ્ટ્રોસેટના યુવીઆઇટી ટેલિસ્કોપ કરતાં ઘણું મોટું છે. પરંતુ એસ્ટ્રોસટના યુવીઆઇટીએ તે કર્યું જે હુબ્બલ પણના કરી શક્યું.