દુનિયાભર માં લોકો સાવચેતીના ભાગ રૂપે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહરવાના રૂલ ને અપનાવી રહ્યા છે. લોકો માં ભય નો માહોલ એવો સર્જાયો છે કે પોતાના લોકો ને મળવાનું ટાળી રહ્યા છે. કેટલીક જગ્યા એ લોકો ને જાણકારી નો અભાવ પણ જોવા મળી રહ્યો છે પરંતુ જ્યાં લોકો ને ખબર છે તે છતાં પણ આપણે જોઈ શકીએ છે કે અમેરિકાના મિશિગનમાં માર્ચમાં મળેલા પહેલા દર્દીથી માંડીને અત્યાર સુધીમાં કોરોનાના 69 હજારથી વધુ કેસ સામે આવી ચૂક્યા હોવા છતાં તેનાથી બેફિકર હજારો લોકો ગલ ટાપુના સેન્ટ ક્લેયર લૅકમાં યોજાયેલા વાર્ષિક જોબી નૂલર ફેસ્ટિવલમાં ભાગ લેવા પહોંચી ગયા. અહીં સોશિયલ ડિસ્ટન્સિંગ પણ ન જાળવ્યું કે માસ્ક ફરજિયાત પહેરવાનો નિયમ પણ ન પાળ્યો. જોબી નૂલર ફેસ્ટિવલ અમેરિકામાં સૌથી મોટી બોટ પાર્ટી ગણાય છે. સામાન્ય રીતે દર વર્ષે યોજાતી આ ઇવેન્ટમાં ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીના કર્મચારીઓ જ ભાગ લે છે.