ઉત્તર કોરિયાએ બુધવારના રોજ ફરી એકવખત પોતાની સૌથી શક્તિશાળી બેલેસ્ટિક મિસાઇલ લૉન્ચ કરી છે. આ મિસાઇલ જાપાનના ખાસ આર્થિક ક્ષેત્ર માં પડી. એટલું જ નહીં આ મિસાલઇની રેન્જમાં વૉશિગ્ટન અને પૂર્વ અમેરિકાનો દરિયા કિનારો પણ છે. આની પહેલાંપણ ઉત્તર કોરિયાએ 15 સપ્ટેમ્બરના રોજ મિસાઇલ પરિક્ષણ કર્યું હતું. આ પરિક્ષણ બાદ ફરી એકવખત અમેરિકા અને ઉત્તર કોરિયાની વચ્ચે યુદ્ધની આશંકા વધી ગઇ છે.
અમેરિકાએ કહ્યું છે કે, હવે ઉત્તર કોરિયા દેશના કોઈ પણ દેશને ટાર્ગેટ કરી શકે છે.જાપાનના પીએમ શિન્ઝો આબેએ કહ્યું, નોર્થ કોરિયાએ તાજેતરમાં કરેલો મિસાઈલ ટેસ્ટ એક પ્રકારની હિંસક કાર્યવાહી છે. આવી હરકત કદી ચલાવી લેવામાં આવશે નહીં. આબેએ યુએન સિક્યુરિટી કાઉન્સિલની ઈમરજન્સી મીટિંગ બોલાવવાની વાત કરી છે.
તમને જણાવી દઈએ કે ઉત્તર કોરિયા અત્યારસુધી 6 ન્યૂક્લિયર ટેસ્ટ કરી ચૂક્યું છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં અત્યાર સુધી ઉત્તર કોરિયા મીડિયમ રેન્જની ઘણી મીસાઈલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. તેમાંથી મોટા ભાગની મિસાઈલ્સ જાપાન તરફ જ છોડવામાં આવી છે.