ઓસ્લો: કોવિડ -19 ના સામાજિક અંતરના નિયમને ભંગ કરવા બદલ નોર્વેના વડાપ્રધાન એર્ના સોલબર્ગને દંડ ફટકારવામાં આવ્યો છે. નોર્વેજીયન પોલીસે શુક્રવારે આ માહિતી આપી હતી. ફેબ્રુઆરીમાં વડાપ્રધાન એર્ના સોલબર્ગે તેમના 60 મા જન્મદિવસની ઉજવણી માટે પરિવારના 13 સભ્યો સાથે પાર્ટી કરી હતી, જ્યારે એક જગ્યાએ 10 થી વધુ લોકો એકત્રિત થવા પર પ્રતિબંધ છે. સોલબર્ગને 20 હજાર નોર્વે ક્રાઉન્સ એટલે કે અંદાજે 1,75,456 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગત મહિને માઉન્ટેન રિસોર્ટ ખાતે યોજાયેલી આ પાર્ટી માટે વડાપ્રધાને માફી માંગી હતી.
પોલીસનું કહેવું છે કે આવા મોટાભાગના કેસોમાં તે દંડ લેતા નથી, પરંતુ સરકારી પ્રતિબંધો લાગુ કરવામાં વડાપ્રધાન સરકારનો મુખ્ય ચહેરો છે. પોલીસ વડા ઓલે સેવરુડે આ કાર્યવાહીને ન્યાયી ઠેરવી છે કે ‘જોકે કાયદો દરેક માટે સમાન હોય છે, પરંતુ કાયદા સમક્ષ બધા સમાન નથી’. તેમણે કહ્યું કે સામાજીક પ્રતિબંધ પ્રત્યે સામાન્ય લોકોમાં આત્મવિશ્વાસ પુન:સ્થાપિત કરવા માટે આ પ્રકારનો દંડ લાદવો યોગ્ય છે.
પોલીસે કહ્યું કે સોલબર્ગ અને તેના પતિ સિન્ડ્રે ફાઇનોએ બંનેએ આ પાર્ટીને ગોઠવવાનું નક્કી કર્યું હતું. ફાઈન્સ આ પાર્ટી માટેની તમામ વ્યવસ્થાઓ જોઈ રહ્યા હતા. પોલીસનું કહેવું છે કે ફાઈન્સ અને રેસ્ટોરાં પણ નિયમોનું ઉલ્લંઘન કરે છે પરંતુ તેમને દંડ કરવામાં આવ્યો નથી. પોલીસ વડા ઓલે સેવરુડે કહ્યું, “સોલબર્ગ દેશના નેતા છે અને વાયરસના ચેપને રોકવા માટે લાદવામાં આવેલા પ્રતિબંધોની તેઓ મુખ્ય રહ્યા છે.”