વિયેતનામના 92 વર્ષિય એક વૃદ્ધે 80 વર્ષથી પોતાના માથાના વાળ નથી કપાવ્યા. ત્યારે હવે તેમના વાળ લગભગ 5 મીટર જેટલા લાંબા થઈ ગયા હતા. એટલુ જ નહીં, આટલા વર્ષોમાં તેમણે ક્યારેય પોતાના વાળને ધોયા પણ નથી. આ વૃદ્ધનું નામ છે નગુયેન વાન ચેઈન. ચેઈનને વાળ ન કાપવા અને ધોવા પર એક અજીબ પ્રકારનો ડર સતાવી રહ્યો છે. ચેઈનને ડર છે કે, જો તે વાળ કપાવશે તો તેનું મોત થઈ જશે.ચેઈને એવી આસ્થા છે જન્મતાની સાથે ઈશ્વરે જે આપ્યુ છે, તેને સાથે છેડછાડ કરવી જોઈએ નહીં. તેનું કહેવુ છે કે, મને વિશ્વાસ છે કે, જો મે વાળ કપાવ્યા તો મારૂ મોત થઈ જશે. તેથી મેં નક્કી કર્યુ છે કે, હું તેમા કોઈ ફેરફાર નહીં કરૂ.
ત્યાં સુધી કે, હું વાળ ધોઈશ પણ નહીં. હું ફક્ત વાળની સેવા કરીશ. સ્કાર્ફથી તેને ઢાંકી રાખે છે, તેથી વાળ ડ્રાઈ ન થઈ જાય. સાથે જ તેને સાફ સુફ રાખે છે જેથી તે સારા લાગે.આપને જણાવી દઈએ કે, ચેઈન નવ શક્તિ અને સાત ભગવાનની પૂજ કરે છે. તેનું માનવુ છે કે, ઈશ્વરે મને વાળ વધારવા માટે કહ્યુ છ. તેથી તે પોતાના વાળ પર ફક્ત નારંગી રંગની પાઘડી રાખે છે. તેઓ જ્યારથી સ્કૂલમાં જતાં હતા, ત્યારથી વાળ કપાવ્યા નથી. ન તો તેમને કાંસકો લગાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે વાળને ધોવાનું પણ બંધ કરી દીધુ છે.આપને જણાવી દઈએ કે, ચેઈન દુઆ પર વિશ્વાસ કરે છે. દુઆ નારિયલ ધર્મ છે. દુઆ આ ધર્મના સંસ્થાપક હતા. જે ફક્ત નારિયેળ પર જીવતા રહેતા હતા. જો કે, વિયેતનામમાં હવે આ ધર્મને બેન કરી દેવામાં આવ્યો છે. તથા તેને ખોટી આસ્થા માનવામાં આવે છે.