નવી દિલ્હી : પાકિસ્તાનમાં પ્રેક્ટિસ દરમિયાન પાકિસ્તાની એરફોર્સનું વિમાન આજે ક્રેશ થયું છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, ઇસ્લામાબાદના શકરપેરિયનમાં પાકિસ્તાની સેનાનું વિમાન ક્રેશ થયું હતું.
પાકિસ્તાન એયર ફોર્સ (પીએએફ) એફ -16 વિમાન પાકિસ્તાન ડે પરેડના રિહર્સલ દરમિયાન ક્રેશ થયું હતું. પાકિસ્તાન મીડિયાનું કહેવું છે કે, વિંગ કમાન્ડર નૌમાન અકરમે આ વિમાન દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. વિમાન દુર્ઘટના બાદ અકસ્માત સ્થળે ધુમાડો જોવા મળ્યો હતો.
આ ઘટના બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. તે જ સમયે બચાવ ટીમોને પણ તાત્કાલિક ઘટના સ્થળે મોકલી દેવામાં આવી હતી. તેમજ સ્થળ પર એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી. આ સાથે અકસ્માતનું કારણ જાણવા તપાસના આદેશ અપાયા છે.
પીએએફના પ્રવક્તાએ ઘટનાની પુષ્ટિ કરી છે. પીએએફના પ્રવક્તાએ જણાવ્યું કે, વિમાન 23 માર્ચની પરેડનું રિહર્સલ કરી રહ્યું હતું. આ સમય દરમિયાન વિમાન ક્રેશ થયું હતું. તે જ સમયે, અકસ્માતનાં કારણો શોધવા માટે એર હેડ કવાર્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.